Sukh Shital Karu Sansar
Gujarati | Hindi | English

Khel me khel

 
ખેલમાં ખેલ
જગદ્ગુરુ આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજ
 
 

આ સૃષ્ટિ માયાજન્ય ખેલ અથવા નાટક કહેવાય છે. અને ખેલ કહેવાનું તાત્પર્ય એ છે કે અક્ષરબ્રહ્મ એને બનાવે છે, થોડા સમય માટે ટકાવે છે અને અંતમાં મિટાવી દે છે, એમાં એનું મમત્વ તથા પરત્વ રહેતું નથી. આ એમની મોજ છે તેઓ એને બનાવે છે અને મટાડે છે. એટલા માટે જગતની સૃષ્ટિ, સ્થિતિ અને લયનું કારણ અક્ષરબ્રહ્મને કહેવામાં આવે છે. આ એમનો જ ખેલ છે. આ ખેલને બનાવવો અને મટાડવો અક્ષરબ્રહ્મનો સ્વભાવ છે અને તેમની લીલાનો એક અંશ પણ કહી શકીએ. મહામતિ શ્રી પ્રાણનાથજી કહે છે,

 
 

શ્રી ભગવાનજી ખેલત બાલ ચરિત્ર, આપ અપની ઇચ્છાસોં પ્રકૃત

 
અક્ષરબ્રહ્મની કલ્પના માત્રથી કરોડો બ્રહ્માંડ અસ્તિત્વમાં આવે છે. તેઓ તેને ક્ષણમાત્ર ટકાવી રાખી પળભરમાં લય પણ કરી દિયે છે. જેમકે,
 
 

કોટિ બ્રહ્માંડ નજરોંમેં આવે, ક્ષણમેં દેખકે પલમેં મિટાવે

 
 

અક્ષરબ્રહ્મની લીલા બાલલીલા કહેવાય છે. કેમકે તેઓ બાળકોની જેમ નશ્વર ખેલને બનાવે છે અને જોતજોતામાં મિટાવી પણ દે છે. તેઓ પોતે કિશોર સ્વરૃપ છે. પરંતુ લીલા બાળકોની જેમ કરે છે. એટલા માટે તેમને બાલ સ્વભાવ કહ્યું છે. તેમની ઇચ્છાથી જ મોહ ઉત્પન્ન થાય છે અને તેમની સુરતા મોહમાં પ્રવેશ કરે છે જેનાથી પાંચ તત્ત્વ પ્રગટ થાય છે. તેમના શુદ્ધ રૃપથી સૂક્ષ્મ જગત તથા મિશ્રિત રૃપથી સ્થૂલ જગતનું નિર્માણ થાય છે. જગતનું કારણ અક્ષર બ્રહ્મની ઇચ્છા શક્તિ છે. પાંચ તત્ત્વોનું શુદ્ધ સ્વરૃપ પંચતન્માત્રા તથા મિશ્રિત સ્વરૃપ દૃશ્યમાન પાંચ તત્ત્વ(આકાશ, વાયુ, તેજ, જલ તથા પૃથ્વી)છે. પાંચ તત્ત્વના મિશ્રણને પંચીકરણ કહે છે. પિંડ(શરીર)તથા બ્રહ્માંડની રચના પંચીકૃત પાંચ તત્ત્વોના દ્વારા થાય છે. આ તેમનું સ્થૂલ સ્વરૃપ છે.

 
 

બ્રહ્માંડના અધિપતિ ભગવાન નારાયણ કહેવાય છે. તેઓ સ્વયં અવ્યક્ત છે અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશના રૃપમાં વ્યક્ત થઈને બ્રહ્માંડના અન્તર્ગત ચૌદલોકમાં પ્રાણીઓની સૃષ્ટિ, સ્થિત તથા લય કરે છે. ત્રેત્રીસ કોટિ દેવી-દેવીતાઓ ઉપરોક્ત ત્રણેય દેવોના સહયોગી માનવામાં આવે છે. આ રીતે આ સંસાર અક્ષર બ્રહ્મના ખેલનો વિસ્તાર છે.

 
આ ખેલમાં બે પ્રકારના જીવ છે. એમાંથી એક પ્રકારના જીવ ખેલના પાત્ર છે અને બીજા પ્રકારના જીવ એના દૃષ્ટા છે. ખેલના પાત્ર જીવ ચેતન હોવા છતાં પણ નશ્વર જગતના જ કહેવાય છે. તેઓ મૂળમાં તો અવ્યક્ત અક્ષરના અંતર્ગત સ્થિત પ્રણવ બ્રહ્મના દ્વારા આ નશ્વર જગતમાં આવે છે. પરંતુ જગતમાં આવતાં જ નશ્વર શરીર ધારણ કરી માયા મોહવશ તેમના દ્વારા કરેલા કર્મોના બંધનમાં પડીને કર્મ ફલ ભોગવવા લાગે છે. આ જન્મ મૃત્યુનું ચક્ર તેમના માટે છે. બીજા જીવ દૃષ્ટા છે. તેમનું મૂળ નશ્વર બ્રહ્માંડથી ઈશ્વરી સૃષ્ટિ તથા બીજી બ્રહ્મધામ પરમધામથી આવેલી બ્રહ્મ સૃષ્ટિ છે. કહ્યું પણ છે,
 
 

જીવસૃષ્ટિ બૈકુંઠ લોં. સૃષ્ટિ ઇશ્વરી અક્ષર

 

બ્રહ્મસૃષ્ટિ અક્ષરાતીત લોં, કહે શાસ્ત્ર યોં કર

 
ઉપરોક્ત ત્રણેય પ્રકારની સૃષ્ટિમાં જીવસૃષ્ટિ કર્મફલ ભોગવતાં કર્મના બંધનમાં બંધાઈ જન્મમૃત્યુના ચક્રમાં ફરતી રહે છે. ઈશ્વરી સૃષ્ટિ તથા બ્રહ્મસૃષ્ટિ ઉત્તમ પ્રકારના જીવો દ્વારા ધારણ કરેલા શરીરમાં પ્રવેશ કરી નશ્વર જગતનો ખેલ જુએ છે. કહ્યું છે,
 
 

યામેં જીવ દોય ભાંતકે, એક ખેલ દુજે દેખનહાર

 
આ રીતે ત્રણ પ્રકારની સૃષ્ટિ હોવા છતાં પણ કર્મફળના ભોક્તા તથા દૃષ્ટાના રૃપમાં બે પ્રકારની માનવામાં આવે છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં પણ આ વાત સ્પષ્ટ કરી છે. જેમકે,
 
 

દ્વા સુપર્ણા સયુજૌ સખાયૌ, સમાને વૃક્ષે પરિષસ્વજાતે

 

તયોરેકં પિપ્પલં સ્વાદુમત્તિઃ અનશ્નનન્યો અભિચાકષીતિ

 
અર્થાત્ એક વૃક્ષમાં બે પક્ષી સખાભાવથી રહે છે. તેમાંથી એક તે વૃક્ષના ફલનું આસ્વાદન કરે છે તો બીજું માત્ર જોયા કરે છે. અહીં શરીરને વૃક્ષના રૃપમાં અને જીવને પક્ષીના રૃપમાં પ્રસ્તુત કર્યા છે.
નશ્વર જગતના જીવ નશ્વર જગતના ખેલને ખેલ ન માનીને એમાં મમત્વ અને પરત્વની ભાવના રાખે છે. અને અક્ષરબ્રહ્મના ખેલમાં હોવા છતાં પણ સત્વ, રજ, અને તમ ગુણોના અધીન થઈ શુભ-અશુભ કર્મ કરી ખેલમાં પણ ખેલ ઉત્પન્ન ખેલ કરતાં રહે છે. તેમને નશ્વર જગત પારનું જ્ઞાાન નથી હોતું. એટલા માટે તેઓ જૂઠ કપટનો આશ્રય લઈ નશ્વર જગતની સંપત્તિ તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તેમને ભૌતિક સંપત્તિ તથા પ્રતિષ્ઠામાં જ સુખ દેખાય છે. બ્રહ્માત્માઓ તથા ઈશ્વરી સૃષ્ટિ પણ આ જીવોની સાથે નરતન ધારણ કરી પોતાના મૂળસ્વરૃપને ભૂલી ગઈ છે. અને આ જ ભૌતિક સંપત્તિ તથા પ્રતિષ્ઠાના દ્વારા સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે.
 
જો કે બ્રહ્માત્માઓ પરમધામમાં પોતાના ધણી પૂર્ણબ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણ શ્રી રાજજીના ચરણોમાં બેસી નશ્વર જગતનો આ ખેલ જોઈ રહ્યા છે તથા ધામધણી શ્રી રાજજી સ્વયં તેમને આ ખેલ બતાવી રહ્યા છે. તો પણ માયા જન્ય જગતયાં માયાનો પ્રભાવ એટલો અધિક છે કે બ્રહ્મધામના આત્માઓ પણ નશ્વર જગતનો ખેલ જોતાં જોતાં માયા મોહથી પ્રભાવિત થઈ સ્વયંનું અસ્તિત્વ ભૂલી જાય છે. તેમને જગાડવા માટે શ્રી રાજજી તારતમ જ્ઞાન લઈને સદ્ગરુના રૃપે પ્રગટ થાય છે અને આ રહસ્યને સ્પષ્ટ કરે છે. જેમકે,
 
 

દેખનકો હમ આએ રી દુનિયાં, હમ હી કારણ કિયો એ સંચ ।

 

પાર હમારો ન્યારા નહીં, હમ પર હી મેં બૈઠે દેખે પ્રપંચ ।।

 
અર્થાત્ હે બ્રહ્માત્માઓ ! આપણે બધા નશ્વર જગતનો આ ખેલ જોવા માટે સુરતાના રૃપે અહીં આવ્યા છીએ. અમને દેખાડવા માટે જ ધામધણી શ્રી રાજજીએ અક્ષર બ્રહ્મના દ્વારા આ વિશિષ્ટ ખેલની રચના કરાવી છે. પરંતુ આ ખેલ જોતાં જ અમે સ્વયંને ભૂલી ગયા અને પોતાના ધણીને પણ ભૂલી ગયા. અમને એમ લાગવા લાગ્યું કે અમે તો આદિ અનાદિ કાળથી નશ્વર જગતમાં છીએ. અને અમારા ધામધણી અમારાથી દૂર પોતાના ધામ પરમધામમાં છે. જાગૃત થઈન ેઆપણે સમજવું જોઈએ કે ખરેખર તો ધામધણી અમારાથી દૂર નથી. આપણે તો તેમના ચરણોમાં બેસીને જ માયાનો પ્રપંચ જોઈ રહ્યા છીએ.
 
 

સદ્ગરુએ આપણને તારતમ જ્ઞાાનના દ્વારા આ સમજાવ્યું છે કે હે બ્રહ્માત્માઓ ! આ ખેલની રચના તો તમારા માટે જ કરાવી છે. એને જોઈને તમારે પરમધામમાં જાગૃત થવાનું છે. જ્યારે તમો જાગૃત થઈ જશો ત્યારે તમે ખેલની વાતોને યાદકરી પરસ્પર મજાક કરશો. જેમ,

 
 

એ ખેલ કિયા તુમ ખાતર, તુમ દેખન આઇયાં જેહ ।

 

ખેલ દેખકે ચલસી, ઘર બાતાં કરસી એહ।।

 

(કલશ હિ. ૧૮/૩)

હે બ્રહ્માત્માઓ ! તમે આ ખેલને જોવા માટે આવ્યા છો. એટલે એને સારી રીતે જુઓ. તમે પોતે જ ખેલ જોવાની ઇચ્છા કરી અને શ્રી રાજજી પાસે તેની માંગણી કરી. ધામધણી આ ખેલ બતાવી તમારી માંગ જ પૂરી કરી રહ્યા છે. જેમકે,
 
 

અબ નિરખો નીકે કર, એ જો દેખન આઈયાં તુમ ।

 

માગ્ય ખેલ હિરસકા, સો દેખલાવેં ખસમ ।।

 

(કલસ હિ. ૧૩/૧)

 

આ ખેલ એટલો વિચિત્ર છે કે ખેલવાવાળા અને જોવાવાળા બંને એમાં રચ્યા પચ્યા રહી બધું જ ભૂલી જાય છે. અહીંના લોકો કોઈ અપરિચિત વ્યક્તિની સાથે સંબંધ બનાવી ખુશ થાય છે. અહીં એક તરફ વિવાહ માટે શણગાર કરેલા જાનૈયાઓ નાચી રહ્યા છે તો બીજી બાજુ કાઇ મરેલાની નનામી ઉપાડી લોકો રડતાં રડતાં જઈ રહ્યા છે. ક્યારેક આવા બંને પ્રકારના લોકો પરસ્પર સામસામે મળી જાય છે. કયાંય કોઈનો જન્મ થયો હોય અને લોકો ખુશાલી મનાવી રહ્યા હોય છે તો બીજી તરફ કોઈનું મૃત્યુ થવાથી રડતાં લોકો જોવા મળે છે.

 
 

નાહીં જાસોં પેહેચાન કબહૂં, તાસોં કરે સનમંધ ।

 

સગે સહોદરે મિલકે, લે દેવે મનકે બંધ ।।

 

સિનગાર કરકે તુરી ચઢે, કોઈ કરે છાયા છત્ર ।

 

કોઈ આગે નટારંભ કરે, કોઈ બજાવે બાજંત્ર ।।

 

કોઈ બાંધ સીઢી આવે સામી, કરે પોક પુકાર ।

 

વિરહ વેદના અંગ ન માય, પીટે માહેં બજાર ।।

 

(કલશ હિ. ૧૩/૧૩,૧૫,૧૬)

 

અહીંયાં કોઈ કંજૂસ છે તો કોઈ દાનવીર કહેવાય છે, કોઈ જ્ઞાાની છે તો કોઈ અજ્ઞાાની છે, કોઈ રાજા છે તો કોઈ ગરીબ છે. આ રીતે આ જગતમાં અનેક વિષમતાઓ છે.

 

મહામતિ કહે છે, સદ્ગુરુ ધણીએ અહીં આવીને આપણને સમજાવ્યું કે હે બ્રહ્માત્માઓ ! તમે આ વિચિત્ર ખેલ જોવા માટે જ આવ્યા છો. પરંતુ અહીં આવી માયાના જીવોની જેમ તમે પણ માયામાં જ હળીમળી ગયા છો. એમને તો આ નશ્વર ખેલ નશ્વર નથી લાગતો કેમકે જલ તરંગવત્ આ બધા પોતે પણ મોહ માયાની જ સૃષ્ટિ છે. વાસ્તવમાં આ જૂઠી માયા આપ સત્ય આત્માઓને પ્રભાવિત કરી રહી છે. તમે સ્વયં સત્ય હોવા છતાં પણ પોતાને ન પિછાણી જૂઠી માયામાં ભૂલવા લાગી છો. આ તો નશ્વર હોવાને કારણે એક દિવસ મટી જશે પરંતુ તમને ખોટો દાગ લગાડીને મટશે. એટલા માટે તમે જાગૃત થઈ જાઓ.

 
 

તુમ આઈયાં છલ દેખને, ભિલ ગૈયાં માહેં છલ

 

છલકો છલ ન લાગ હી, ઓ લેહરી ઓ જલ

 

એ ઝૂઠી તુમકો લગ રહી, તુમ રહે ઝૂઠી લાગ

 

એ ઝૂઠી અબ ઉડ. જાયગી, દે જાસી ઝૂઠા દાગ

 

(કલશ હિ.૧૨/૧૧.૧૨)

 
પોતાને સમજદાર કહેવડાવવાળા લોકો પણ માયાના ખેલમાં ભૂલીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ તથા મત્સરના કારણે હૃદયમાં છલ, કપટ રાખીને માત્ર દેખાડવા માટે સારું કાર્ય કરે છે. એમનું કારણ આ જ છે કે માયાના જીવ માયાની તરફ જ આકર્ષાય છે. તેમને એ પણ ખબર છે કે તેઓ ખોટું કાર્ય કરી રહ્યા છે, દંભ અને આંડબર દેખાડી રહ્યા છે તો પણ તેમાં જ મસ્ત છે, જાણતાં હોવા છતાં પણ ઊંડી ખાઈમાં પડયા રહે છે. એટલા માટે બ્રહ્માત્માઓને સાવચેત કરતાં મહામતિ કહે છે કે આ ખોટો ખેલ મટી જવાનો તો છે જ પરંતુ તમે સત્ય આત્મા પણ માયાના જૂઠા પ્રલોભનમાં આકર્ષિત થઈ જશો તો આ માયા તમને કલંકિત કરશે. ખોટું તો ખોટું જ છે તે એક દિવસ મટી જશે પરંતુ તમને કલંકિત કરીને મટશે. એટલા માટે તમે ખોટી રીતે કેમ કલંકિત થઈ રહ્યા છો. હવે જાગો અને પોતાના કર્તવ્યને સમજો. તમને દુનિયાની સંપત્તિ તથા સત્તા મળી જશે તેમ છતાં પણ સંતોષ તો થશે નહીં.
 
વાસ્તવમાં ખેલ તો ખેલ જ હોય છે. એમા ખેલવાવાળાલોકો એને ખેલ સમજીને ખેલદીલીથી રમવા લાગશે તો તેમને હાર જીતની ઇચ્છા રહેશે નહીં. એટલા માટે તેઓ આનંદ અને શોકથી પર થઈ જશે. પરંતુ જોવાવાળા લોકો તો કમસે કમ એને ખેલ સમજી જોવા લાગશે તો તેમને હર્ષ-શોકથી રહિત થઈ આનંદનો અનુભવ થશે. બ્રહ્માત્માઓ દૃષ્ટા હોવાથી મમત્વ અને પરત્વનો આરોપ કર્યા વગર જ માયા મોહમાંથી અલિપ્ત થઈ તેમને આ ખેલ જોવો જોઈએ. માયાના જૂઠા જીવ જ છળકપટનો સહારો લઈ જૂઠી સંપત્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા ઇચ્છે છે. જો તે સંપતિ કે પ્રતિષ્ઠા મળી પણ જાય તો પણ શરીર છૂટી ગયા બાદ તો તે છૂટી જ જશે. એટલા માટે આપણા ધણીને છોડી માયાની પાછળ દોડવું જોઈએ નહીં. જો કે શરીર છે ત્યાં સુધી માયાનું પણ મહત્ત્વ રહે છે, સમગ્ર લૌકિક કાર્ય લૌકિક સંપત્તિના દ્વારા જ સંપન્ન થશે તો પણ માયાના સાધનોથી અમારી તૃપ્તિ નહીં થાય. આપણી ભૂખ માયાના આહારથી શાંત નહીં થાય એના માટે જાગૃત થઈ ધામ અને ધણીનો આશ્રય લેવો જ પડશે. આત્મામાં જાગૃતિ આવ્યે થી આપણને અનુભવ થશે કે અમે શ્રીરાજજીથી દૂર નથી પરંતુ તેમના જ ચરણોમાં રહીને માયાનો ખેલ જોઈ રહ્યા છીએ.

Write your Comments

Your Name:

Your Email:

Your Cell (+91.12345.12345):


Your Comment:

 

( Your Comment will be displayed after 24 hours )
04 May 13

manda bhavsar

pranam ji i like these blog too much but it true if we put on our real life so it it is helps to us
22 Mar 13

NARANBHAI MARU

PRANAM...I LIKE THIS BLOG
19 Mar 13

jayesh patel

Really helpful for those who really thirsty for what is disclosed in the article.
05 Feb 12

Vipul Patel

Ak sharo Prayas Che.
20 Dec 11

Rashmi_Ghimire007@yahoo.co.in

Pranam Maharaj Shree_/\_
sarai ramro lagyo malai hajurko sabai upadeshaharu ma yeslai grahan garnechu.kota n kot charan lagi sastanga prem pranam pranm pranam
20 Dec 11

Raman Raj Shastri

Pranam Maharaji
12 Nov 11

snparnami@ymail.com

PRANAM GURUJI
AN EXCELLENT ARTICLE EASILY UNDERSTANDABLE
10 Nov 11

Ritesh Patel

સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
એની તને પરવા અને દહેશત શું છે ?
પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;
અલ્લાહ ! તને પરદાની જરૂરત શું છે ?
09 Nov 11

PRASHANT BHAVSAR

Pranam guruji & all sundarsaathji,
this kind of effort is most appreciable for jagani of all sundarsaath please keep it up & pl give your kind blessing to all of us for jagruti (liveliness) of our soul (aatma) thank you.
09 Nov 11

ken

Please show this article in dark fonts like Hindi.

Pranam to all Sundarsathaji.
09 Nov 11

ken

If we can write Sanskrit in easy Gujarati Lipi why not Hindi?

Why draw horizontal lines if not needed?

Pranam to all Sundarsathaji.
12 Aug 11

HirenKumar Sakhiya

Pranam
First Very Thanks for Starting This Blog On web, this will be help to involve with GURU
22 Jun 11

Ritesh Patel

Pranam

Every person must read this article and put its words into practical Life.

  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
Designed & Developed By : Nijananda Solutions