Sukh Shital Karu Sansar
Gujarati | Hindi | English

Sada Sukh Data Dhamdhani

 

 
સદા સુખ દાતા ધામધણી
જગદ્ગુરુ આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજ
ધામધણી પૂર્ણબ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી સદૈવ સુખ પ્રદાન કરે છે એટલા માટે તેઓને સુખદાતા કહ્યા છે. તેઓ દયાળુ છે, કૃપાળુ છે, આનંદદાતા છે. અહીં સુખનું તાત્પર્ય પરમસુખ અર્થાત્ આનંદ છે. શાસ્ત્રોમાં પણ આ પ્રકારનો ઉલ્લેખ છે, આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત્ અર્થાત્ આનંદને જ બ્રહ્મ સમજો, બ્રહ્મ આનંદ સ્વરૃપ છે.
તો પછી દુઃખ કેમ ?
સામાન્ય લોકોની જિજ્ઞાાસા હોય છે કે જ્યારે પરમાત્મા આનંદદાતા છે તો મનુષ્યને દુઃખ કેમ આવે છે. એના પર મનન કરતાં જાણવા મળે છે કે મનુષ્ય અજ્ઞાાનતાને કારણે ગુણ અંગ ઇન્દ્રિયોને વશ થઈ પરમાત્માએ આપેલી બુદ્ધિનો દુરુપયોગ કરી ખરાબ(હેય) કાર્યો કરે છે અને તેના પરિણામ સ્વરૃપ દુઃખ પ્રાપ્ત કરે છે. મહામતિ શ્રી પ્રાણનાથજી એક બીજી જગ્યાએ કહે છે,
ખુદા ન દેવેં દુઃખ કિનકો અર્થાત્ પરમાત્મા કોઈને પણ દુઃખ આપતા નથી પરંતુ મનુષ્ય જ અજ્ઞાાનવશ પોતાના કર્મોનું ફળ ભોગવે છે.
કર્મ ફળ પણ દેશ, કાળ અને પરિસ્થિતિને આધીન
કર્મ પણ દેશ, કાળ અને પરિસ્થિતિ અનુરૃપ સારું અને ખરાબ ફળ આપે છે. કોઈ દુષ્ટ વ્યક્તિ કોઈ મનુષ્ય કે અન્ય પ્રાણીને કારણ વગર મારી રહ્યો હોય એવા સમયે સત્ય બોલી તેને માર ખવડાવવો દોષ કહેવાય છે અને ખોટું બોલી તેને બચાવવો ગુણ કહેવાય છે. આજ રીતે અન્ય કર્મોને પણ સમજવા જોઈએ. કર્મનું સારું અને માઠું ફળ પ્રદાન કરવામાં ઘણો જ સૂક્ષ્મ ભેદ હોય છે જે સામાન્ય વ્યક્તિની સમજની બહાર હોય છે. શ્રી કૃષ્ણજીએ ગીતામાં શ્રેષ્ઠ કર્મો(કર્મ તથા અકર્મ)નું અંતર સમજવામાં પણ મુશ્કેલી બતાવી છે,
કિં કર્મ કિમકર્મોતિ કવયો।પ્યત્ર મોહિતાઃ ાા
એટલા માટે કર્મના ચયનમાં વિવેક હોવો અતિ જરૃરી છે. સત્યને સત્ય અને મિથ્યાને(ખોટું) મિથ્યા સમજવાની ક્ષમતા જ્યારે બુદ્ધિમાં વિકસિત થાય છે તેને જ વિવેક કહેવામાં આવ્યો છે. આ ક્ષમતા સદૈવ સત્યનો સંગ અર્થાત્ સત્સંગ કરવાથી પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ભાગવત માહાત્મ્ય(૨/૭૬)માં કહ્યું છે,
ભાગ્યોદયેન બહુજન્મસમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ ા.
અજ્ઞાાન હેતુ કૃતમોહમદાન્ધકારનાશં વિધાય હિ તદોદયતે વિવેકઃ ાા
અનેક જન્મોમાં કરવામાં આવેલા શ્રેય(સારા) કાર્યો સંચિત થઈ ભાગ્યના રૃપે ઉપસ્થિત થાય છે. જ્યારે મનુષ્યના ભાગ્યનો ઉદય થઈ જાય છે ત્યારે તેને સત્સંગનો અવસર મળે છે. સત્સંગથી પ્રાપ્ત જ્ઞાાન દ્વારા તેમની બુદ્ધિમાં રહેલ અજ્ઞાાન જનિત મોહ અને મદરૃપી અંધકાર નાશ થયેથી વિવેકનો ઉદય થાય છે. વિવેકનો ઉદય થયા બાદ બુદ્ધિ સત્યને સત્ય અને ખોટાને ખોટું સમજવા લાગશે. ત્યારે મનુષ્ય દેશ, કાળ અને પરિસ્થિતિ અનુરૃપ શ્રેષ્ઠ કર્મ કરવા લાગશે.
શ્રેય અને હેય કર્મનું જ્ઞાાન ન હોવાથી શું કરવું જોઈએ ?
હવે એ જિજ્ઞાાસા ઉત્પન્ન થશે કે બધા મનુષ્યોની અંદર શ્રેય કે હેય(સારું કે ખરાબ) કર્મોને સમજવાની ક્ષમતા હોતી નથી. તો તેમણે કર્તવ્યનો નિર્ણય કેવી રીતે કરવો જોઈએ ? એના માટે કહેવામાં આવેલ છે કે તેઓ સંત-ગુરુજનોનો સંગ કરે, તેમના ઉપદેશોને સમજીને શાસ્ત્ર વચન અર્થાત્ શાસ્ત્રો પર આધારિત સત્ સાહિત્યનું અધ્યય મનન કરી પોતાની બુદ્ધિને પરિમાર્જિત કરે અથવા નિરંતર ગુરુજનોના સંપર્કમાં રહીને તેમના માર્ગદર્શનમાં કાર્ય કરે. સમજદાર લોકોએ એવી પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કર્યું છે તેના પર વિચાર કરી પોતે પણ તે પ્રમાણે ચાલે. જો ઉપરોક્ત કોઈ પણ ઉપાય સંભવ ન હોય તો પણ આપ સારા અને ખરાબ કાર્યો પર નિર્ણય કરવા માંગો છો તો કૃપા કરીને ધ્યાન આપો, જો આપની શ્રદ્ધા કે ભક્તિ પૂર્ણબ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી પ્રત્યે દૃઢ છે તો આપ તેમના ચરણોમાં પ્રાર્થના કરી તેમના પર જ નિર્ણય છોડી દો અને કહો, હે ધામધણી ! મારા માટે જે શ્રેષ્ઠ છે તેમની તરફ મને લઈ જાઓ. હૃદયમાં કપટ ભાવ ન હોય અને ભક્તિ પ્રધાન વ્યક્તિ હોય તો શ્રી રાજજીના ચરણોમાં સમર્પિત થવાથી પૂર્ણબ્રહ્મ પરમાત્મા તે વ્યક્તિને અવશ્ય સત્ કાર્યની તરફ જ પ્રેરિત કરશે. બુદ્ધિ પ્રધાન વ્યક્તિને પરમાત્માની પ્રેરણાનું જ્ઞાાન ન પણ હોય અને તેનાથી ભૂલ થઈ શકે છે એટલા માટે ભક્તિ પ્રધાન વ્યક્તિને માટે જ આ ઉપાય છે. બુદ્ધિ પ્રધાન વ્યક્તિએ તો સદૈવ ખોજ કરવી પડશે. સામાન્ય રીતે સારું અને ખરાબ કર્મ પર નિર્ણય કરવો ઘણો જ જટિલ હોય છે. પરમાત્માએ બધા જ વ્યક્તિઓને બુદ્ધિ પ્રદાન કરી છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ તેમનો સદુપયોગ કરવો જોઈએ અને હંમેશા સારા સમજદાર તથા વિવેકી વ્યક્તિ કે ગુરુજનોના સંપર્કમાં રહેવું જોઈએ. બુદ્ધિની શુદ્ધિ ને માટે તો સમગ્ર શાસ્ત્ર છે. શાસ્ત્ર અધ્યયન અથવા સાધનાથી બુદ્ધિને શુદ્ધ કરી શકાય છે. શાસ્ત્ર અધ્યયન, સાધના તથા સત્સંગ ત્રણેય હોય તો કહેવું જ શું ? આવો મનુષ્ય હંમેશા સત્કાર્યની તરફ જ પ્રવૃત થશે. શુદ્ધ હૃદયવાળા ભક્ત માટે તો સર્વત્ર સરલ છે કેમકે તેમનું સંપૂર્ણ દાયિત્વ પરમાત્મા સ્વયં પોતાના પર લઈ લે છે.
ઉપરોક્ત સંપૂર્ણ કથનોમાં એ બરાબર સ્પષ્ટ થઈ જાય છે કે પરમાત્મા સદૈવ કૃપાળુ હોય છે, તેઓ કોઈને પણ દુઃખ આપતા નથી. મનુષ્ય પોતાની બુદ્ધિનો સદુપયોગ ન કરવાથી તથા પરમાત્માના પ્રત્યે સંપૂર્ણ સમર્પિત ન હોવાથી ખરાબ કર્મનો આશ્રય લઈ દુઃખ પ્રાપ્ત કરે છે. એટલા માટે મહામતિ કહે છે, સદા સુખ દાતા ધામધની અર્થાત્ ધામધણી શ્રી રાજજી હંમેશા સુખદાતા છે, દયાળુ છે કૃપાળુ છે. વિચાર કરીશું તો જાણવાં મળશે કે યથાર્થમાં ધામધણી હંમેશા સુખ જ પ્રદાન કરે છે. તેઓ ક્યારેય પણ દુઃખ આપતા નથી.
માયાના પ્રભાવને કારણે આપણને પરમાત્માના ગુણોનું જ્ઞાાન થતું નથી અને આપણે માયાના ગુણોની જેમ પરમાત્માના ગુણોનું પણ મૂલ્યાંકન કરવા બેસીએ છીએ. ખરું જોતાં આ જ આપણી સૌથી મોટી ભૂલ છે.
ધામધણીનો અનુગ્રહ(કૃપા)
સર્વપ્રથમ આપણને આપણા ધણીના અનુગ્રહની તરફ ધ્યાન દેવું જોઈએ અને એ ન ભૂલવું જોઈએ કે તેઓ પોતાના આત્માઓની તરફ હંમેશા અનુગ્રહ જ કરે છે. મહામતિ શ્રી પ્રાણનાથજી કહે છે, એ ખેલ હુઆ મેહેર વાસ્તે અર્થાત્ શ્રી રાજજીએ પોતાના આત્માઓ તરફ પરમ અનુગ્રહ કરી અક્ષર બ્રહ્મના દ્વારા આ સૃષ્ટિની રચના કરાવી છે. જો કે અક્ષરબ્રહ્મનો સ્વભાવ જ ખેલ બનાવવાનો છે અને તેઓ બ્રહ્માંડોની સૃષ્ટિ, સ્થિતિ અને લય કરવાવાળા છે. તો પણ શ્રી રાજજીએ તેમના પર તથા બ્રહ્માત્માઓ પર પરમ કૃપા કરી અક્ષરબ્રહ્મના અન્ય ખેલોની અપેક્ષાએ આ ખેલમાં થોડીક વિશેષતાઓ બનાવડાવી છે.
અક્ષરબ્રહ્મ પર દયા આ રીતે કરી કે ધામધણી તથા બ્રહ્માત્માઓની લીલાઓ જોવા માટેની તેમની અભિલાષાની પૂર્તિ માટે અક્ષરબ્રહ્મને કહ્યું, હું તમારા ખેલની અંદર જ અર્થાત્ માયામાં જ તમને મારી લીલાઓનું દર્શન કરાવીશ. એટલું સાંભળતાં જ અક્ષરબ્રહ્મે પોતાના ખેલમાં વિશેષતાઓ વધારી અને પોતાનું સંપૂર્ણ ધ્યાન ખેલમાં જ લગાડયું. આ રીતે અક્ષરબ્રહ્મે શ્રી રાજજી તથા બ્રહ્માત્માઓની લીલાઓના એક એક દૃશયને પોતાની સ્મૃતિ પટલ પર અંકિત કર્યું જેથી આ માયાની અંદર સંપન્ન થયેલ બ્રહ્મ લીલા અખંડ થઈ ગઈ. ધામધણી તથા બ્રહ્માત્માઓની લીલાઓના દર્શન માટે અક્ષરબ્રહ્મને કંઈ વિશેષ કાર્ય કરવું પડયું નહીં પરંતુ પોતાના જ ખેલને તેમણે ધ્યાનપૂર્વક જાયો.
બીજી બાજુ બ્રહ્માત્માઓ પર તેઓએ એવી રીતે કૃપા કરી કે અક્ષરબ્રહ્મનો ખેલ જોવાની તેમની ઇચ્છાને પોતાના ચરણોમાં બેસાડી પૂર્ણ કરી. એના માટે બ્રહ્માત્માઓને ક્યાંય પણ જવું પડયું નહીં પરંતુ તેઓ મૂલમિલાવામાં જ પોતાના ધણીના ચરણોમાં બેસીને જ માયાનો ખેલ જોવા લાગી. જોકે પરમધામમાં માયાના દર્શન સંભવ નથી તો પણ ધામધણીએ એવી વ્યવસ્થા કરાવી કે બ્રહ્માત્માઓએ પોતાના ધણીના ચરણોમાં બેઠા બેેઠા માયાના ખેલના દર્શન કર્યા.
પરંતુ આ ઘણી જ મોટી વિડમ્બના છે કે બ્રહ્માત્માઓ ખેલ જોતા જોતા સ્વયંને ભૂલી ગયા, પોતાના ધણીને ભૂલી ગયા અને પોતાના ધામને પણ ભૂલી ગયા. આ શ્રી રાજજીનું જ સામર્થ્ય છે કે તેઓ પોતાના આત્માઓને પોતાના જ ચરણોમાં બેસાડીને ખેલ બતાવી રહ્યા છે. તો પણ બ્રહ્માત્માઓને ખેલ જોતાં એવો અનુભવ થઈ રહ્યો છે કે તેઓ શ્રી રાજજીથી દૂર છે અને તેમનો સંબંધ પણ શ્રી રાજજીની સાથે ક્યારેય ન હતો. એટલા માટે મહામતિ કહે છે,
સદા સુખ દતા ધામ ધની, અંગના તેરી જોડ ા.
જાનો સન્મંધ કબૂં ના હુતો, એસા કિયા બિછોડ ાા
(ખિલવત ૧/૬)
હે ધામધણી ! આપની અંગનાઓ આપના ચરણોમાં આપની પાસે જ અતિ નિકટ બેઠેલી છે તો પણ ખેલ જોતાં એવો અનુભવ કરી રહ્યા છે કે તેઓ આપનાથી ઘણા જ દૂર છે, તેઓને આપનું કોઈ પણ જ્ઞાાન નથી અને આપની સાથે તેમનો કોઈપણ પ્રકારનો કોઈ પણ સંબંધ નથી અને ક્યારેય હતો પણ નહીં છતા પણ આપ તેમના પર કૃપા કરી તેમને તારતમ જ્ઞાાનના દ્વારા જગાડી રહ્યા છો અને પ્રેમલક્ષણા ભક્તિદ્વારા પોતાના સાન્નિધ્યનો અનુભવ કરાવી રહ્યા છો.
મહામતિ ધામધણીને સદા સુખ દાતા કેમ કહી રહ્યા છે અને ધામધણીએ પોતાના આત્માઓને માયાનો ખેલ દેખાડી કેવી રીતે કૃપા કરી ? હવે એના પર વિચાર કરીએ. જો કોઈ મોટા તળાવમાં રહેવાવાળી માછલીને કોઈએ પાણીથી બહાર કાઢી થોડા સમય માટે તપેલી રેતીમાં રાખી દીધી અને થોડા સમય બાદ તેને ફરીથી પાણીમાં મૂકી દીધી તો પાણીમાં પ્રવેશ કરવાથી તે માછલીની સ્થિતિ કેવી બની હશે ? જ્યાં સુધી તે રેતીમાં તપી રહી હતી ત્યાં સુધી તડફતી રહી પરંતુ પાણીમાં પ્રવેશ કરતાં જ તેણે તે પાણીથી એટલું સુખ મળ્યું અને તેણીએ પાણીમાં એવી છલાંગ લગાવી કે જે અત્યાર સુધીમાં ક્યારેય પણ લગાવી ન હતી. તે જન્મથી લઈને અત્યાર સુધી પાણીમાં હતી પરંતુ થોડીવાર બહાર રહીને જ્યારે તે પુનઃ પાણીમાં ગઈ ત્યારે તેને પાણીનો અસલી સ્વાદ પ્રાપ્ત થયો જે સ્વાદ તેણે આજસુધી ક્યારેય પ્રાપ્ત કર્યો ન હતો. આ રીતે બ્રહ્માત્માઓ પણ માયાનો ખેલ જોઈને જ્યારે શ્રી રાજજીના ચરણોમાં જાગ્રત થશે ત્યારે તેમને શ્રી રાજજીના પ્રેમનો જે સ્વાદ મળશે તે તેઓને અત્યાર સુધી મળ્યો ન હતો. શું આ શ્રી રાજજીની કૃપા નથી ?
આ ઉદાહરણ પર હજી વિચારીએ. માછલીને પાણીનો અસલી સ્વાદ જાણવા માટે પાણી બહાર જવું પડયું પરંતુ બ્રહ્માત્માઓને માયાનો ખેલ જોવા માટે પરમધામમાંથી અને શ્રી રાજજીના ચરણોથી દૂર જવું પડયું નથી. તેમને શ્રી રાજજીએ પોતાના ચરણોથી દૂર પણ કર્યા નહીં અને માયાના સુખ દુઃખ પણ દેખાડી દીધાં. બીજી વાત માછલી તો પાણીની બહાર રહી ગરમ રેતીમાં તપતી રહી, ફરીથી પાણીમાં પ્રવેશ કરવાથી તેને પાણીનો અસલી સ્વાદ પ્રાપ્ત થયો પરંતુ બ્રહ્માત્માઓને તો શ્રી રાજજીના ચરણોને છોડીને પરમધામથી બહાર તો જવું ન પડયું અને તેમને માછલીની જેમ તપવું પણ ન પડયું. કેમકે માયાનો ખેલ દેખાડતા સમયે શ્રી રાજજી તેમને તારતમ જ્ઞાાન તથા પ્રેમલક્ષણા ભક્તિ પ્રદાન કરી સાવચેત કરી રહ્યા છે. માયાનું જ્ઞાાન પણ કરાવી રહ્યા છે અને પોતાના મૂળ સંબંધની પિછાણ પણ કરાવી રહ્યા છે. એથી આગળ વધીને તેઓએ પ્રેમલક્ષણા ભક્તિ પ્રદાન કરી જેથી માયાનો ખેલ જોવા છતાં બ્રહ્માત્માઓ પોતાના ધણીના સાન્નિધ્યનો અનુભવ કરી શકે અર્થાત્ હર પલ, હર ઘડી શ્રી રાજજીની સાથોસાથ હોવાનો અનુભવ કરી શકે. આ ધામધણીની કૃપા નહીં તો બીજું શું છે ?
બસ, આપણે આ જ કૃપાનો અનુભવ કરવાનો છે. આ માયા તો જોવા માટે છે ભોગવવા માટે નથી. ધામધણી આપણને માયાનો ખેલ દેખાડી રહ્યા છે પરંતુ આપણે જ અજ્ઞાાની બની ખેલ જોવાને બદલે માયામાં જ ડૂબેલા રહ્યા છીએ. જ્યાં સુધી માયામાં ડૂબેલા રહીશું ત્યાં સુધી ધામધણીને દોષ આપતા રહીશું. જ્યારે તારતમ જ્ઞાાનદ્વારા જાગૃત થઈને તથા પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા શ્રી રાજજીના સાન્નિધ્યનો અનુભવ કરતાં કરતાં માયાનો ખેલ જોવા લાગીશું ત્યારે આપણને સર્વત્ર ધામધણીની કૃપાના દર્શન થશે ત્યારે આપણે કહી શકીશું કે આપણા ધામધણી વાસ્તવમાં દયાળુ છે, સુખ દાતા છે, આનંદદાતા છે. ત્યારે આપણે પુકાર કરવા લાગીશું.
સદા સુખ દાતા ધામધની, મૈં કહા કહૂં ઇન બાત ા.
મહામતિ જુગલ સ્વરૃપ પર, અંગના બલિ બલિ જાત ાા

 

Write your Comments

Your Name:

Your Email:

Your Cell (+91.12345.12345):


Your Comment:

 

( Your Comment will be displayed after 24 hours )
22 Mar 13

NARANBHAI MARU

I LIKE THIS BLOG
03 Sep 12

Rajat parnami

Pranam ji guru ji
02 Aug 12

sanjay

pranam guruji
04 Mar 12

bhimraj basnet

Pranam sundersathji,
31 Jan 12

vimalptelsalal

very good artical pranam guruji
13 Jan 12

malaviya manisha

pranam guruji
30 Dec 11

lopamehta

pranam guruji, very really very nice article...thanks
28 Nov 11

parul kathiriya

pranam guruji. very very nice article. thanks for guruji.
27 Nov 11

Savaliya Rasik Vallabhbhai

**********Pranam GURUJI,**********
**********Thank's guruji**********
**********for*********************
**********very nice***************
**********article*****************
22 Nov 11

Prashant K Bhavsar

GURUJI Pranamji,
shri singar prakaran of shri taratamsagar is not available in gujarati (every chaupai with meaning) i will be more thankful if it is available in gujarati as all other prakaran are made available again thank u ji & expecting ur kind blessings pranamji to all
22 Nov 11

Rabin Kumar Sasanker

यह मेरा अहोभाग्य है परमपुज्य गुरुजी कि आपने मुझ नाचीज को अपने दिव्य वचनों को पदने और मनन करने की अनुमति दी। आपके श्री चारणों में अहंकार से भरा अपना मस्तक दाल कर आशिर्वाद की कामना करती हुँ। कोटान् कोट प्रेम प्रणामजी !!
12 Nov 11

Guruji

Pranam Sundar Sathji,
Aap log Hindi me bhi blog padh sakte he.

Hindi Blog ke liye aap "Hindi" par click kijiye.

12 Nov 11

nilendrakumar1982@gmail.com

Pranam guruji, i also wanji to read these blog but i don't know gujarati. is this blog in HINDI?
12 Nov 11

Nilendra kumar

Guruji PRANAMJI, aap jo blog likhate hai kya wo hindi me nahi hai? mai bihar ka rahne wala hu , mujhe gujarati nahi aati hai.
11 Nov 11

PRASHANT K BHAVSAR

Pranam Guruji,Excellent views , thanks for using hi-fi technology,more & more youngsters will capture moment to involve with guruji pranamji
11 Nov 11

shanti khanal

This artical is very goodmahaj shree koto koti pranam
11 Nov 11

shyam das kharel

i hope this work of maharajji will be fruitful for us. It trains us about our religion. pranam.
10 Nov 11

Vishal Faldu (Advocate) Surat

Pranam
Very nice article
Thanks guruji
10 Nov 11

shailesh

thanks GURUJI
10 Nov 11

Ritesh Patel

Pranam

Thank You Guruji for this article
10 Nov 11

Anil vala

thankx guruji very nice blog thank you thank you thank yAou pranam
09 Nov 11

raju patel

pranam
nice article by guruji
but guruji working very hard to bring some thing new every time pranam
09 Nov 11

Govinda Timilsina,Sundhar Dham Najarpur Rautahat

Sachhi Dwar ki Batuni hai,Pranam Guruji.
09 Nov 11

Maulesh Desai Godhra

I read this article..this a excellent and very best article for all people...Pranamji From Maulesh Harshadray Desai(ADVOCATE)
09 Nov 11

Kunal Vyas

nice article by guruji,pranam
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
Designed & Developed By : Nijananda Solutions