Sukh Shital Karu Sansar
Gujarati | Hindi | English

Atma-Drishti

આત્મ દૃષ્ટિ
પરમ પૂજ્ય જગદ્ગુરુ આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજ
'આત્મદૃષ્ટિ' આ શબ્દ સાંભળતાં જ પ્રશ્ન થાય છે કે શું આત્માને પણ દૃષ્ટિ હોય છે, જો હોય તો તેનું જ્ઞાન કેવી રીતે થાય ? આ પ્રશ્ન વિચારણીય છે. આના પર મનન કરવાથી જાણ થાય છે કે દૃષ્ટિ જ આત્માની હોય છે તથા આત્મા જ જુએ છે. ચક્ષુ ઇન્દ્રિય તો બાહ્ય જગતને જોવાનું સાધન માત્ર છે. સામાન્ય રીતે વ્યવહારમાં એમ માનવામાં આવે છે કે ચક્ષુ ઇન્દ્રિય જ દૃષ્ટિ છે અને માત્ર એનાથી જ જોઈ શકાય છે. વાસ્તવમાં આ અધૂરું જ્ઞાન છે. ઇન્દ્રિયો સાધનના રૃપમાં હોય છે. ખરું જોતાં આત્મા વગર જોઈ શકાતું નથી. આત્મા જ જુએ છે. એટલા માટે આત્માની જ દૃષ્ટિ હોય છે. તેમને આત્મદૃષ્ટિ કહ્યું છે. તેને પિછાણવાની જરૃરત છે.
સૌથી પહેલાં આપણે ઇન્દ્રિયો અને તેમના કાર્યો પર વિચાર કરીએ. સંસ્કૃત ભાષામાં ઇન્દ્રિયોને કરણ કહ્યું છે જેનો અર્થ થાય છે સાધન. કરણ અર્થાત્ ઇન્દ્રિયો મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એક બહારની ઇન્દ્રિયો અર્થાત્ બાહ્ય કરણ, બીજી અંતરની ઇન્દ્રિયો અર્થાત્ અતઃકરણ. બહારની ઇન્દ્રિયો પણ બે પ્રકારની હોય છે. તેમાંથી કેટલીક ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે અને કેટલીક ઇન્દ્રિયો દ્વારા કર્મ કરવામાં આવે છે. જેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમને જ્ઞાનેન્દ્રિયો અને જેના દ્વારા કર્મ કરવામાં આવે છે તેમને કર્મેન્દ્રિયો કહેવામાં આવે છે. જ્ઞાનેન્દ્રિયો પણ પાંચ પ્રકારની હોય છે અને કર્મન્દ્રિયો પણ પાંચ પ્રકારની હોય છે. આ રીતે બહારની ઇન્દ્રિયો કુલ દસ પ્રકારની હોય છે.
જેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પાંચ જ્ઞાનેન્દ્રિયો આ પ્રમાણે છે. ૧ શ્રોત(કાન)ના દ્વારા શ્રવણ કરી શકાય છે અર્થાત્ શબ્દનું જ્ઞાન થાય છે. ૨. ચક્ષુ(નેત્ર)ના દ્વારા જોઈ શકાય છે અર્થાત્ રૃપ રંગનું જ્ઞાન થાય છે. ૩. ઘ્રાણ(નાસિકા)ના દ્વારા સૂંઘી શકાય છે અર્થાત્ ગંધનું જ્ઞાન થાય છે. ૪. ત્વચા(ચામડી)ના દ્વારા સ્પર્શ કરવામાં આવે છે અર્થાત્ ઠંડું-ગરમ, કઠોર કોમળ વગેરેનું જ્ઞાન થાય છે. ૫ રસના(જીભ)ના દ્વારા રસનું આસ્વાદન કરવામાં આવે છે અર્થાત્ સ્વાદનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ રીતે આ જ્ઞાનનેન્દ્રિયોના દ્વારા બાહ્ય જગતનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
જેના દ્વારા કર્મ કરવામાં આવે છે તે પાંચ કર્મન્દ્રિયોમાં ૧. વાક્(વાણી)ના દ્વારા બોલી શકાય છે અર્થાત્ શાબ્દિક અભિવ્યક્તિ થાય છે. ૨. પાણિ(હાથ)ના દ્વારા જુદા જુદા પ્રકારના કાર્ય કરવામાં આવે છે. ૩. પાદ(ચરણ)ના દ્વારા ચાલવાનું કાર્ય થાય છે. ૪. પાયુ(ગુદા)ના દ્વારા મળત્યાગ થાય છે અને ૫. ઉપસ્થ(જનનેન્દ્રિય)ના દ્વારા મૂત્રત્યાગ કરવામાં આવે છે.
ઉપરોક્ત દસ ઇન્દ્રિયો બાહ્યકરણ અર્થાત્ બાહ્ય સાધન છે. એમના સિવાય અંદરની ઇન્દ્રિયો અંતઃકરણ અર્થાત્ અંતરનું સાધન છે. તે ચાર પ્રકારના છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ આંતરિક સાધન બાહ્ય સાધનોથી સૂક્ષ્મ હોય છે. આ ચારેયને એક જ શબ્દમાં સત્ત્વ કહ્યું છે. એક જ સત્ત્વની પણ ચાર પ્રકારની જુદી જુદી કાર્યશક્તિના કારણે એમના જુદા જુદા ચાર નામ પડયા છે. એમાં મનન કરવાની શક્તિના કારણે મન, નિશ્ચય કરવાની શક્તિને કારણે બુદ્ધિ, ચિંતન કરવાની શક્તિને કારણે ચિત્ત તથા અભિમાન કરવાની શક્તિને કારણે અહંકાર આ રીતે નામકરણ થયું. કેટલાક શાસ્ત્રોમાં મન અને બુદ્ધિમાં ક્રમશઃ ચિત્ત અને અહંકારનો સમાવેશ થવો બતાવ્યું છે. આંતરિક સાધન હોવાને કારણે એમને અંતઃકરણ તથા સૂક્ષ્મ અને પ્રબળ શક્તિને કારણ સત્ત્વ કહેવામાં આવ્યું છે.
શરીરમાં બહારથી દેખાવવાવાળી અને અંદર હોવાને કારણે ન દેખાવવાવાળી માત્ર અનુભવ કરી શકાય એવી આ બાહ્ય તથા આંતરિક ઇન્દ્રિયો બધા કરણ અર્થાત્ સાધન છે. આ બધાને સાધનના રૃપે જાણ્યા પછી આપણને એ જિજ્ઞાસા હોવી જોઈએ કે વાસ્તવમાં આ સાધન કોના છે, આ સાધનોનો ઉપયોગ કોણ કરે છે ? જો આપણે આ અંગે જાણવા ઇચ્છીશું તો આપણી ખોજ વધશે અને આપણે મનન, ચિંતન કરવા લાગીશું. ત્યારે અમને જાણ થશે કે આ બધા સાધન આત્મા માટે છે. આપણે સ્વયં આત્મા છીએ. એટલા માટે આ બધા સાધન આપણા માટે છે. પરમાત્માએ અમને શરીર પ્રદાન કર્યું તો એને આ બધા સાધનોથી સુસજ્જિત કરી પ્રદાન કર્યું છે. વાસ્તવમાં આ શરીર એક સાધન જ છે. જુદા જુદા પ્રકારના અંગ પ્રત્યાંગોથી યુક્ત આ સ્થૂલ શરીરને ઉપયોગી સૂક્ષ્મ સાધનો દ્વારા સુસજ્જિત કરવામાં આવ્યું છે.
આટલું જાણ્યા પછી એક વધુ જિજ્ઞાસા પ્રગટ થવી જોઈએ. તે આ પ્રમાણે છે, પરમાત્માએ આપણને આવું સાધનસંપન્ન શરીર કેમ પ્રદાન કર્યું ? આ જિજ્ઞાસા ઉત્પન્ન થતાં જ આપણે એમની શોધ કરવાનો આરંભ કરીશું. આ ખોજ આપણને સ્વયંની પિછાણ કરાવશે. ત્યારબાદ પરમાત્માની પિછાણ થશે. આ મનુષ્ય શરીર પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આપવામાં આવેલું સાધન છે. આટલું જાણ્યા પછી આપણે એ પણ વિચાર કરવો જોઈએ કે જેના માટે આ શરીર પ્રાપ્ત થયું છે, શું તે કાર્ય આપણે કરી રહ્યા છીએ ? જો કરી રહ્યા છીએ તો સારું છે, આ કાર્યને વધુ આગળ વધારીએ. જો ન કરી રહ્યા હોઈએ તો આપણે આ કાર્ય કરી લેવું જોઈએ નહિ તો આપણે સ્વયંને ધોખો દઈ રહ્યા છીએ અને પરમાત્માને પણ ધોખો આપી રહ્યા છીએ.
આ રીતનો વિચાર કરીશું તો આપણને જાણવા મળશે કે આ સાધન અતિ મહત્ત્વપૂર્ણ છે અને એમનો સદુપયોગ થવો જોઈએ. એનું મહત્ત્વ જાણ્યા પછી એમની કાર્ય પ્રલાણીનું પણ જ્ઞાન હોવું જોઈએ ત્યારે આપણે એમનો સદ્ઉપયોગ કરી શકીશું.
હવે આપણે ઉપરોક્ત બાહ્ય તથા આંતરિક સાધનોની કાર્યપ્રણાલી પર વિચાર કરીએ. જો આપણે આંખોથી જોઈએ તો આપણને એ પણ જ્ઞાન હોવું જોઈએ કે આંખની સાથે મનનો સંપર્ક છે એટલા માટે દેખાય છે. નહિ તો મન બીજે ક્યાંક ચાલી ગયું તો આંખ ખુલ્લી હોવા છતાં પણ દેખાશે નહીં. આ જ રીતે મન ક્યાંક બીજે હોય તો આપણે સાંભળી પણ નહીં શકીએ. થોડું ઘણું સંભળાય તો પણ ન સાંભળ્યા બરાબર હોય છે. આથી એ જ્ઞાત થાય છે કે મનના સંપર્ક વિના માત્ર આંખથી જોઈ ન શકાય. જોવા માટે આંખ અને મનનો સંપર્ક થવો જરૃરી છે. આ રીતે અંતરની ઇન્દ્રિયો અને બહારની ઇન્દ્રિયો બન્નેના સંપર્કથી જ જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને કર્મન્દ્રિયોથી કામ થાય છે. એટલા માટે કહ્યું છે, મન કે હારે હારિએ ા મન શિથિલ થઈ ગયું તો શરીર પણ શિથિલ થઈ જશે જો મન શિથિલ ન હોય તો શિથિલ બનેલું શરીર પણ સક્રિય થઈ જાય છે. અંદરની ઇન્દ્રિયોના કારણે જ બહારની ઇન્દ્રિયો કામ કરે છે. નહિ તો તે નિષ્ક્રિય થઈ જશે છે. મંદ બુદ્ધિવાળા વ્યક્તિઓની બાહ્ય ઇન્દ્રિયો પણ નિષ્ક્રિય રહે છે. જો અંદરની ઇન્દ્રિયો સક્રિય તથા સબળ છે તો બહારની ઇન્દ્રિયો ક્ષતિગ્રસ્ત હોવા છતાં પણ વ્યક્તિ સારું કાર્ય કરી શકે છે. જેમકે નેત્રહીન અથવા વાણીહીન વ્યક્તિ પણ બુદ્ધિમાન હોય છે અને અનેક કાર્યો કરી શકે છે. બહારની ઇન્દ્રિયોથી અંદરની ઇન્દ્રિયો સૂક્ષ્મ અને શક્તિશાળી હોય છે. એટલા માટે તેમનું મહત્ત્વ વધુ હોય છે. આ રીતે બન્ને પ્રકારની ઇન્દ્રિયોનું મહત્ત્વ અને ભૂમિકા લોક વ્યવહારમાં જ્યાં ત્યાં જોવા મળવાથી એમના કાર્ય અને ક્ષમતાની વાત શીઘ્ર સમજમાં આવી જાય છે. એની સાથોસાથ એક બીજી વાત પણ સમજી લેવી અતિ આવશ્યક છે, તે છે આત્મા. મન, બુદ્ધિ વગેરે અંદરની ઇન્દ્રિયો પણ આત્માથી પ્રાપ્ત શક્તિના આધાર પર જ કાર્ય કરી શકે છે, નહિ તો આત્માના ચાલ્યા ગયા પછી સર્વાંગ સંપન્ન શરીર પણ વ્યર્થ(નકામું) બની જાય છે. અર્થાત્ શરીરના બાહ્ય અંગ ઉપાંગો સારી રીતે દેખાવા છતાં પણ તે શરીર ન રહીને માત્ર શબ બની જાય છે. આથી એ સમજવું જોઈએ કે આત્માની ઉપસ્થિતિમાં જ ઇન્દ્રિયો કાર્ય કરે છે. આત્માથી જ તેમને શક્તિ મળે છે. તે શક્તિ આત્મા દ્વારા સર્વપ્રથમ અંદરની ઇન્દ્રિયોને મળે છે અને તેનાથી બહારની ઇન્દ્રિયોને પ્રાપ્ત થાય છે. આ રીતે આત્માના કારણે જ આ પાંચભૌતિક શરીર સક્રિય રહે છે. આથી એ સમજવું જોઈએ કે આ શરીર આત્મા દ્વારા જ ચાલે છે અને આ આત્માનું જ સાધન છે. આથી એ પણ જાણી શકાય છે કે આત્માના કારણે જ જોઈ શકાય છે, સાંભળી શકાય છે અને બોલી શકાય છે. અર્થાત્ બધી ઇન્દ્રિયો સહિત આ સ્થૂળ શરીર પૂર્ણરૃપે આત્મા પર જ નિર્ભર છે. એટલા માટે આ લેખના આરંભે જ કહેવામાં આવ્યું છે કે આત્માને જ દૃષ્ટિ હોય છે.
જો કે આત્માને જ દૃષ્ટિ હોય છે અને બધા પ્રાણીઓ આત્માના કારણે જ જુએ છે તો પણ અહીંયાં આત્મદૃષ્ટિ કહેવાનું તાત્પર્ય કાંઈક બીજું છે. હવે આપણે એમની ચર્ચા કરીએ.
આત્માની શક્તિના કારણે જ સંસારના દૃશ્યો આંખો દ્વારા જોઈ શકાય છે તો પણ આ દૃષ્ટિને આત્મદૃષ્ટિ કહી શકાય નહીં. આત્માની શક્તિ અંદરની ઇન્દ્રિયોમાંથી થઈને બહારની ઇન્દ્રિયો સુધી પહોંચે છે જેના કારણે બાહ્ય જગતના દૃશ્ય જોવા મળે છે, બાહ્ય જગતના શબ્દ સંભળાય છે, બાહ્ય જગતની ગંધ પ્રાપ્ત થાય છે. આ રીતે બધી જ્ઞાનેન્દ્રિયોથી બાહ્ય જગતનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ બાહ્ય દૃષ્ટિ કહેવાય છે. જ્યારે બહારની ઇન્દ્રિયો સુધી પહોંચેલી આત્માની શક્તિ તે ઇન્દ્રિયોમાંથી થઈને ફરીથી અંદરની ઇન્દ્રિયો સુધી પાછી ફરી જાય છે ત્યારે બાહ્ય જગતનું પણ પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે જ્ઞાન બહારની ઇન્દ્રિયોમાંથી પ્રાપ્ત જ્ઞાન કરતાં અધિક હોય છે એવી સ્થિતિમાં જે દૃશ્યોને આંખ ન જોઈ રહી હોય અને ન જોઈ શક્તી હોય તે પણ દેખાવા લાગશે. એને અંદરની આંખનીનું ખૂલવું કહેવામાં આવે છે. લોક વ્યવહારમાં એને છઠ્ઠી ઇન્દ્રિમાંથી પ્રાપ્ત જ્ઞાન પણ કહે છે. આ દૃષ્ટિ ખૂલવાથી ભૌતિક જગતના સૂક્ષ્મ રહસ્ય પણ સ્પષ્ટ થશે અને તે વ્યક્તિ એક જ સ્થાન પર બેઠા બેઠા સમગ્ર જગતના દૃશ્યો જોવા લાગશે અનેક મહાપુરુષોએ આ દૃષ્ટિથી ગ્રહ નક્ષત્રોની ગતિ માપી છે. અને તેમની સ્થિતિ સમજાવી છે. બાહ્ય ઇન્દ્રિયોથી પાછી ફરેલી આ આત્મશક્તિ જેમ જેમ અંતઃકરણમાં અધિક પણે વ્યાપ્ત થાય છે અર્થાત્ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારેયને જેટલા અધિક વ્યાપ્ત કરે છે તે મુજબ મહાપુરુષોને બ્રહ્માંડોના રહસ્ય સ્પષ્ટ થાય છે. એટલા માટે કેટલાક મહાપુરુષોને અધિક રહસ્ય સ્પષ્ટ થયા છે તો કોઈકને ન્યૂન(ઓછા). આ દૃષ્ટિને શાસ્ત્રોમાં અંતર્દૃષ્ટિ પણ કહ્યું છે.
હવે એનાથી વધુ વિશેષ મહત્ત્વની વાત કરીએ. આ રીતે અંતઃકરણ સુધી પહોંચેલી તે શક્તિ એનાથી આગળ વધીને જ્યારે આત્મા સુધી પહોંચી જશે ત્યારે આત્મશક્તિની પૂર્ણ સરકીટ તૈયાર થઈ જશે. આવી સ્થિતિ થવાથી આત્માનું પણ જ્ઞાન થશે અને અન્ય આત્માઓનું પણ જ્ઞાન થશે. પરમાત્માનું પણ જ્ઞાન થશે અને આ બ્રહ્માંડથી પર અખંડ ભૂમિકાનું દૃશ્ય પણ દેખાવા લાગશે. એને આત્મદૃષ્ટિ કહેવામાં આવી છે. જેની આત્મદૃષ્ટિ ખુલ્લેલી હતી તેઓએ પરમાત્માના પણ દર્શન કર્યા. સૃષ્ટિનું સંપૂર્ણ રહસ્ય તેમને જાણવા મળ્યું. આવા આત્માઓ નશ્વર સંસારમાં રહેવા છતાં અખંડને જોઈ શકે છે અને તેમનું વર્ણન કરી શકે છે. આ સૃષ્ટિમાં કેટલાક આત્માઓની જ આત્મદૃષ્ટિ ખુલ્લી છે. તેઓએ જ અખંડની વાત બતાવી છે. દેવી-દેવતાઓ અથવા અવતારના રૃપમાં સંસારમાં આવેલા પરમાત્માની શક્તિના દર્શન તો અન્તર્દૃષ્ટિ ખુલ્લેલા આત્માઓ પણ કરી શકે છે પરંતુ તેઓ પરમાત્માના અવિનાશી સ્વરૃપ અને અખંડ ભૂમિકાના દર્શન કરી શકતા નથી.
મહામતિ શ્રી પ્રાણનાથજીએ આનાથી આગળની વાત કહી છે. હવે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. અખંડ ભૂમિકાનો વિસ્તાર ઘણો જ થયો છે. અખંડ સ્થાનોમાંથી આવેલા આત્માઓમાં પણ જે આત્માઓ અક્ષરધામ તથા પરમધામથી આવેલા છે તેઓ શરીરધારી હોવા છતાં પણ શરીરમાં દૃષ્ટાના રૃપે રહે છે. આવા આત્માઓનું મૂળ અક્ષરધામ તથા પરમધામમાં છે. અક્ષરધામથી આવેલા આત્માઓને ઇશ્વરીસૃષ્ટિ અને પરમધામથી આવેલા આત્માઓને બ્રહ્મસૃષ્ટિ કહેવામાં આવી છે. મહામતિએ બ્રહ્મસૃષ્ટિ અર્થાત્ બ્રહ્માત્માઓનું વિસ્તૃત વર્ણન કર્યું છે. એમના આધારે ઇશ્વરીસૃષ્ટિની પણ સ્થિતિ સમજવી જોશે. અહીં આપણે બ્રહ્માત્માઓની જ ચર્ચા કરીએ છીએ.
બ્રહ્માત્માઓનું મૂળ પરમધામમાં છે. તેમને પર આત્મા કહેવામાં આવે છે. મનની વૃત્તિની જેમ આત્માની વૃત્તિ જ નશ્વર જગતમાં આવે છે. તેમને મહામતિએ સુરતા કહ્યું છે. આવી સુરતાઓ માત્ર દૃષ્ટા હોય છે. તેઓ જગતના ઉત્તમ જીવોની સાથે તેમના દ્વારા ધારણ કરેલા શરીરમાં એક સાથે રહે છે. આવા આત્માઓમાં જેમની આત્મદૃષ્ટિ ખુલ્લી જાય છે તેમની સુરતા પણ સંસારમાંથી પાછા ફરી પોતાનાં પર આત્માની સાથે જોડાઈ જાય છે. એને મહામતિએ આત્મદૃષ્ટિનું પરઆત્માની સાથે જોડાઈ જવું કહ્યું જ્યારે આત્મદૃષ્ટિ પર આત્માની સાથે જોડાઈ જાય છે ત્યારે તે આત્માને પૂર્ણબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ શ્રી રાજજીના દર્શન થાય છે. પરમધામના દૃશ્યો દેખાવા લાગે છે. એટલું જ નહીં તેઓ પરમધામની વિવિધ લીલાઓનું પણ દર્શન કરે છે. આવા આત્માઓ જ પૂર્ણ જાગૃત કહેવાય છે. એમને સંસારથી લઈને પરમધામ સુધીના દૃશ્યો દેખાય છે. તેઓ સંસારમાં રહેતા હોવા છતાં સંસારથી પર હોય છે, તેમના માટે મહામતિએ કહ્યું, સો રહત ભવસાગર પાર. ઇત હી બૈઠે ઘર જાગે ધામ.... વગેરે.
મહામતિએ આત્મદૃષ્ટિના ખુલ્લી ગયા પછી પણ તેમના પોતાના મૂળ પર આત્માની સાથે જોડાવાનું વિશેષ મહત્ત્વપૂર્ણ કહ્યું છે. આ રહસ્યને થોડા ઘણા લોકો સમજી શકે છે. જેમકે,
જબ આતમ દૃષ્ટ જુડી પર આતમ, તબ ભયો આતમ નિવેદ ા................
યા વિધ લોક લખે નહીં કોઈ, કોઈ ભાગવંતી જાને યા ભેદ ાા
સુંદરસાથજી ! આપણે આ રહસ્ય પર વિચાર કરવો જોઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાહ્યદૃષ્ટિ, અન્તર્દૃષ્ટિ અને આત્મદૃષ્ટિમાં આટલું મોટું અંતર છે. જ્યારે આત્મદૃષ્ટિ પર આત્મા સાથે જોડાઈ જાય છે ત્યારે અમને આપણા ધણી અને ધામના દર્શન થશે.
આ માનવ તન માત્ર સાધન છે પરંતુ આ અતિ મહાન સાધન છે. આ સાધનનો સદુપયોગ કરી આપણે આપણી આત્મદૃષ્ટિને ખોલી શકીએ છીએ અને તેને પર આત્માની સાથે જોડી શકીએ છીએ.
હવે આરંભથી વિચાર કરીએ, શું અમે આ ગુણ અંગ ઇન્દ્રિયો સહિત આ શરીરને સાધન સમજ્યું ? સર્વપ્રથમ આપણે એને સાધનના રૃપે પિછાણીએ ત્યારે અમને જાણ થશે કે આ સાધન આપણા માટે છે. હવે આપણે આ સાધનનો સદુપયોગ કરીએ. આપણી(આત્માની) શક્તિ આ શરીરની ઇન્દ્રિયો દ્વારા વિષયોપભોગ માટે નથી પરંતુ સ્વયંની પિછાણ માટે છે. આપણે આ સાધનરૃપી શરીરને નહીં પિછાણ્યું તો અમે સ્વયંને કેવી રીતે પિછાણીશું. આ સાધનનો ઉપયોગ જો આપણે પોતાની ઓળખ માટે કર્યો તો અમે એનો સદુપયોગ કર્યો માનવામાં આવશે નહિ તો અમે તેનો દુરુપયોગ કર્યો છે. એમનો દુરુપયોગ જ આત્મહત્યા છે. શું આપ આત્મહત્યા કરવા ઇચ્છશો ? યેન કેન પ્રકારે શરીરનો નાશ કરવો યર્થાથમાં આત્મહત્યા નથી તે તો મૃત્યુ છે. વાસ્તવમાં આત્માની પિછાણ ન કરી શકવી જ આત્મહત્યા છે.
આપણે વિચાર કરીએ. આપણે શરીર માટે શું શું કર્યું છે અને આત્મા માટે શું કર્યું છે. કેવળ આપણે શરીરને જ ખવડાવતાં-પીવડાવતાં રહીએ અને સ્વયંનું ધ્યાન જ ન દઈ શકીએ તો અમે તો ડ્રાયવરના જેવા છીએ, જે ગાડીમાં તેલ ભરે છે અને પોતે ભૂખ્યો રહે છે. તેમની ગાડી ક્યાં સુધી ચાલતી રહેશે. તણે પોતે આહાર લીધો નથી તો તે ગાડી પણ ચલાવી શકશે નહીં. ગાડી એકલી નહીં ચાલે. અમે પણ આવું જ કરી રહ્યા છીએ. શરીરને જ હું સ્વયં માનીને તેમની તરફ જ ધ્યાન દેતા રહીએ છીએ. આ આપણી ભ્રાંતિ છે. આપણે પોતે શરીર નથી પરંતુ આત્મા છીએ. પ્રથમ આપણે સ્વયંને આત્માના રૃપે પિછાણીએ એટલા માટે સાધકોને કહેવામાં આવ્યું છે કે તેઓ સર્વપ્રથમ સ્વયંને પિછાણેઃ જેમકે, પેહેલે આપ પેહેચાનો રે સાધો પેહેલે આપ પેહેચાનો.
સ્વયંને(પોતાને) પિછાણીને આપણે એ જોઈએ કે અમે પોતાને માટે કાંઈ કર્યું છે ? સ્વયં ને આહાર દીધો છે ? કે માત્ર શરીરને જ ખવડાવ્યું પીવડાવ્યું ? અમે શરીરને તો બહુ જ ખવડાવ્યું પરંતુ સ્વયંને કાંઈ પણ ખવડાવ્યું નથી અમને એ પણ જ્ઞાત નથી કે આત્માનો આહાર શું છે ? એટલા માટે આત્માના આહારને જાણો. એના માટે શ્રી દેવચંદ્રજી મહારાજની જીવની વાંચો. તેઓએ કોને આત્માનો આહાર માન્યો હતો. શ્રી તારતમ સાગર ગ્રન્થ આપણા માટે આત્માનો આહાર છે. તારતમ જ્ઞાન અને પ્રેમ લક્ષણા ભક્તિ આત્માને આહાર આપવાનું માધ્યમ છે. આ માધ્યમોનો સાચો ઉપયોગ કરતાં જઈએ તો આત્મદૃષ્ટિ ખૂલશે અને તે પર આત્માની સાથે જોડાઈ જશે ત્યારે આપણને શ્રી રાજજીના દર્શન થશે. તેમની વાણી સંભળાશે, તેમનો આદેશ સમજમાં આવશે અને તેમનો પ્રેમ પ્રાપ્ત કરી આપણે તૃપ્ત થઈશું. સાથો સાથ આ નશ્વર શરીર પણ રોમાંચિત થશે.

Write your Comments

Your Name:

Your Email:

Your Cell (+91.12345.12345):


Your Comment:

 

( Your Comment will be displayed after 24 hours )
22 Mar 13

NARANBHAI MARU

I LIKE THIS BLOG
31 Jan 13

BHARAT P BHATT

pranam.real story of humanincarnation
on earth.followit.
17 Jan 13

Rasik Chauhan

અક્ષરબ્રહ્મ દ્વારા સંપન્ન થઈ રહેલી અવિનાશી લીલા તથા નશ્વર બ્રહ્માંડોમાં સંપન્ન થઈ રહેલી પરિવર્તનશીલ લીલા મૂળ તો પૂર્ણબ્રહ્મ પરમાત્માની જ લીલા છે. પરંતુ બહિરંગ હોવાથી તેને અક્ષરબ્રહ્મ અથવા કાર્યબ્રહ્મની લીલા કહી છે. પરમધામની લીલાને પૂર્ણબ્રહ્મ પરમાત્માની સ્વલીલા કહી છે. મૂળ તો ઉપરોક્ત બધી લીલાઓ એક પૂર્ણ પરમાત્માની જ છે. કેમકે અક્ષર બ્રહ્મ તેમના જ અંગ છે.
01 Dec 12

baburam

pranam
13 Jul 12

rasik

અંતરની ઇન્દ્રિયો અને બહારની ઇન્દ્રિયો બન્નેના સંપર્કથી જ જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને કર્મન્દ્રિયોથી કામ થાય છે. એટલા માટે કહ્યું છે, મન કે હારે હારિએ ા મન શિથિલ થઈ ગયું તો શરીર પણ શિથિલ થઈ જશે જો મન શિથિલ ન હોય તો શિથિલ બનેલું શરીર પણ સક્રિય થઈ જાય છે. અંદરની ઇન્દ્રિયોના કારણે જ બહારની ઇન્દ્રિયો કામ કરે છે. નહિ તો તે નિષ્ક્રિય થઈ જશે છે. મંદ બુદ્ધિવાળા વ્યક્તિઓની બાહ્ય ઇન્દ્રિયો પણ નિષ્ક્રિય રહે છે. જો અંદરની ઇન્દ્રિયો સક્રિય તથા સબળ છે તો બહારની ઇન્દ્રિયો ક્ષતિગ્રસ્ત હોવા છતાં પણ વ્યક્તિ સારું કાર્ય કરી શકે છે. જેમકે નેત્રહીન અથવા વાણીહીન વ્યક્તિ પણ બુદ્ધિમાન હોય છે અને અનેક કાર્યો કરી શકે છે. બહારની ઇન્દ્રિયોથી અંદરની ઇન્દ્રિયો સૂક્ષ્મ અને શક્તિશાળી હોય છે. એટલા માટે તેમનું મહત્ત્વ વધુ હોય છે. આ રીતે બન્ને પ્રકારની ઇન્દ્રિયોનું મહત્ત્વ અને ભૂમિકા લોક વ્યવહારમાં જ્યાં ત્યાં જોવા મળવાથી એમના કાર્ય અને ક્ષમતાની વાત શીઘ્ર સમજમાં આવી જાય છે.
02 Apr 12

nilam kumar kulshreshtha

bahut achcha laga
29 Mar 12

Dipak Dhakal,Hetauda, Nepal

guruji prem pranam
I am very happy because I read my guruji's article
31 Jan 12

Rasik Chauhan-Gandhinagar.

શ્રી તારતમ સાગર ગ્રન્થ આપણા માટેઆત્માનો આહાર છે. તારતમ જ્ઞાન અને પ્રેમ લક્ષણા ભક્તિ આત્માનેઆહાર આપવાનું માધ્યમ છે આ માધ્યમોનો સાચો ઉપયોગ કરતાં જઈએ તો આત્મદૃષ્ટિ ખૂલશે અને તે પર આત્માની સાથે જોડાઈ જશે ત્યારે આપણને શ્રી રાજજીના દર્શન થશે. તેમની વાણી સંભળાશે, તેમનો આદેશ સમજમાં આવશે અને તેમનો પ્રેમ પ્રાપ્ત કરી આપણે તૃપ્ત થઈશું. સાથો સાથ આ નશ્વર શરીર પણ રોમાંચિત થશે."PRANNAM"
13 Jan 12

manisha malaviya

pranamji
05 Jan 12

jawahar narottamdas master

pranam, guruji, i would like to say, you have explained in most simple way. thank you,
04 Jan 12

Sam Joshi

Wow!!! Its Very Very good to Know That kind of Things.......

Really This is The "Atma Drasti"

Thank you Very Much Guruji "PRANAM". . . . . .
01 Jan 12

rasikchauhan2000@yahoo.com

Prannam...
01 Jan 12

Rasik H Chauhan

I like this site ,I am freequently see & Read this spiritual Gyaan in our Dharmik "Swaroop Saheb" is My Faverite Grunth.. Our site..I like the MOST...Prannam.....
01 Jan 12

lopa mehta

Pranam Guruji, Janam Divas ni Hardik subhbhecha from me and my family...today is a birthday of my husband also so blessed him with your ashirwad...
31 Dec 11

PRASHANT BHAVSAR

Pranam Guruji,
Happy birthday on 01/01/2012,Aapko hamari ummar lag jaye,Rajshyamaji may retain best health for our guruji & we may be able to implement the principles of our religion in our daily life by the grace of our Guruji thanks for excellent article pl go ahead
22 Dec 11

darshna

guruji i want to know about satya of life and if i satisfy i want to be pranami.how can i become?
22 Dec 11

darshna

pranam ,maharaj shri mari ek vinanti che k ninand sampraday ati uttam che to aaj ni yuva pedhi ne tena vishe khyal ave temaj jene interese hoy te daly seva puja kevi rire karvi,ane koi confuse hoy to enu nirakarn kone ane kevi rite puchve e mate koi aayojan kavu joye.
18 Dec 11

Anil vala

pranam maharaj shri khub khub aabhar atisundar tamara pavan charno ma dandvat pranam
09 Dec 11

bikash poudel

pranam maharaj shri ji
apaka artical bhahut achha he. me sapko suna dunga.
05 Dec 11

SHYAM PRANAMI

SHRI PARAM PUJNIYE GURUJI KO PREM PRANAM GURUJI AAPNE HUM SABHI KO TARTAM KA GYAN PRADAN KARKE HUM SABKO PARAMDHAN KA SMARAN KARAYA .AAGE BHI AAP HUM SABHI SISYON KO PARAMDHAM KI GYAN SE HUM SABKO JAGAYE SHRI GURUJI KE SHRI CHARAN KAMAL ME KOTI KOTI PRANAM
05 Dec 11

PRAKASH SHARMA

PRANAM MAHARAJ SHRI JI
BAHUT ACHHA LAGA ARTICLE. BHEJTE RAHANA. HUM PADHTE RAHENGE.
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
Designed & Developed By : Nijananda Solutions