Sukh Shital Karu Sansar
Gujarati | Hindi | English

Shri Krishna Pranami Dharma

 

શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ
જગદ્ગુરુ આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજ
ધર્મપ્રાણ સુંદરસાથજી ! આપણે જે પૃથ્વીમાં રહીએ છીએ એને શાસ્ત્રોમાં પૃથ્વી લોક, ભૂલોક, મૃત્યુલોક વગેરે નામો આપવામાં આવેલા છે. આ મૃત્યુલોક બ્રહ્માણ્ડની અન્તર્ગત વિદ્યમાન ચૌદ લોક પૈકી એક છે. આ ચૌદ લોકમાં આ મૃત્યુલોકથી નિમ્નકક્ષાના સાત લોક છે. જેને સાત પાતાળ કહેવામાં આવ્યા છે. અને એનાથી ઉચ્ચ કક્ષાના અન્ય છ લોકો છે જેને સ્વર્ગ વગેરે લોક કહે છે. ઉપરોક્ત છ લોકમાં ભૌતિક સુખોથી સંપન્ન લોકના રૃપમાં સ્વર્ગલોક પ્રસિદ્ધ છે. એટલમા માટે પૃથ્વીમાં પણ સુખ સુવિધા સમ્પન્ન સ્થાન હોય તો તેને પૃથ્વીનું સ્વર્ગ કહે છે. સ્વર્ર્ગ થી પણ શ્રેષ્ઠ સુખ વૈકુંઠનું કહેવાય છે. જીવ વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે તે ત્યાં અનેક વર્ષો સુધી રહીને અનેક પ્રકારના સુખ પ્રાપ્ત કરે છે. નૈમિત્તિક પ્રલયમાં સ્વર્ગ સુધીના દશલોક નાશ પામે છે તે સમયે પણ વૈકુંઠ લોક યથાવત્ રહે છે. એટલા માટે વૈકુંઠને મુક્તિનું સ્થાન પણ માનવામાં આવે છે. વાસ્તવમાં વૈકુંઠની મુક્ત અસ્થાયી કહેવાય છે. કેમકે પ્રકૃતિક પ્રલયમાં આ સંપૂર્ણ પ્રાકૃત જગત નાશ પામે છે તે સમયે આ ચૌદ લોક પણ લય પામે છે. સામાન્ય લોકોને આ લાંબી હદનો ખ્યાલ હોતો નથી. એટલા માટે તેઓ વૈકુંઠને જ મુક્તિ સ્થાન માને છે. યથાર્થતઃ ચૌદલોકયુક્ત આ સંપૂર્ણ બ્રહ્માંડ જ મહાપ્રલયમાં નાશ પામે છે. તે સમયે ચૌદ લોક, તેમને વીટેલા આઠ પ્રકારના આવરણ, જ્યોતિ સ્વરૃપ, ગાયત્રી, સહિત શૂન્ય નિરાકાર, નિરંજન, મહાશૂન્ય વગેરે કોઈ પણ સ્થાનનું અસ્તિત્ત્વ રહેતું નથી. એટલે સુધી કે સ્વયં ભગવાન નારાયણ પણ પોતાના મૂળ સ્વરૃપ અવ્યાકૃતમાં સમાઈ જાય છે. આ રીતે સમય આવ્યેથી સંપૂર્ણ બ્રહ્માંડનો નાશ થઈ જાય છે. એટલા માટે આ બ્રહ્માંડને નાશવાન, ક્ષણભંગુર ક્ષર કહેવામાં આવે છે. જ્યારે સંપૂર્ણ બ્રહ્માંડ જ ક્ષર કહેવાય છે તો એની અંતર્ગત આવવાવાળા બધા દેવ પણ ક્ષર કહેવાય છે. આ રીતે આ પ્રકારના બ્રહ્માંડના અધિષ્ઠાતા કહેવાતા ભગવાન નારાયણ પણ પરિવર્તનશીલ હોવાથી ક્ષર બ્રહ્મ કહેવાય છે. અત્યાર સુધી એક બ્રહ્માંડની ચર્ચા કરવામાં આવી. આવા અસંખ્ય બ્રહ્માંડ શૂન્યમંડલમાં ફરતાં રહે છે. આ બ્રહ્માંડોને ક્ષર બ્રહ્માંડ તથા તેમના અધિષ્ઠાતા ભગવાન નારાયણને ક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે. જે રીતે ક્ષર બ્રહ્માંડ અસંખ્ય છે તેવી જ રીતે ક્ષર બ્રહ્મ પર અસંખ્ય છે. ક્ષરનો અર્થ ક્ષરણશીલ અર્થાત્ પરિવર્તનશીલ કે નાશવાન થાય છે. પ્રત્યેક બ્રહ્માંડમાં ભગવાન નારાયણ, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ તથા ત્રૈત્રીસકોટિ દેવી-દેવતાઓ હોય છે. આ બધાને ક્ષર કહેવામાં આવે છે. આ બધા ક્ષરબ્રહ્મની અંતર્ગત આવે છે.
આ અસંખ્ય ક્ષર બ્રહ્માંડને બનાવવા વાળા કાર્યબ્રહ્મ અથવા અક્ષરબ્રહ્મ કહેવાય છે. તેઓ અવિનાશી છે, અપરિવર્તનશીલ છે અને બધા ક્ષર બ્રહ્માંડોના મૂળમાં આવેલા હોવાથી કૂટસ્થ પણ કહેવાય છે. અક્ષર બ્રહ્મ નેત્રભ્રમણ માત્રથી આ અસંખ્ય બ્રહ્માંડોને બનાવે છે. ટકાવે છે અને નાશ કરે છે. આ રીતે બ્રહ્માંડોેની સૃષ્ટિ સ્થિતિ અને લયનું કાર્ય કરવાને કારણે અક્ષર બ્રહ્મને કાર્યબ્રહ્મ કહેવામાં આવે છે. તેમનું ઘણું મોટું ઐશ્વર્ય છે. તેમના વિભિન્ન વિભૂતિ સ્વરૃપ છે. તેમને અવ્યાકૃત, સબલિક, કેવળ, તથા સત્સ્વરૃપ કહેવામાં આવે છે. પ્રણવ બ્રહ્મ, ગોલોકીનાથ વગેરે અનેક વિભૂતિઓ અક્ષર બ્રહ્મના ઉપરોક્ત ચાર પાદોમાં સમાવિષ્ટ છે. અક્ષરબ્રહ્મને ચતુષ્પાદ વિભૂતિ પણ કહેવામાં આવે છે. બધી જ વિભૂતિઓ અક્ષરબ્રહ્મના જ અંગ છે. એટલા માટે મૂળરૃપે અક્ષરબ્રહ્મ જ કહેવાય છે.
આવા મહાન અક્ષર બ્રહ્મ પણ પૂર્ણબ્રહ્મ પરમાત્માના અંગસ્વરૃપ કે અંશમાત્ર છે તથા પૂર્ણબ્રહ્મની આજ્ઞાા મેળવીને જ બ્રહ્માંડોની સૃષ્ટિ, સ્થિતિ તથા લય (નાશ) કરે છે. તો સ્વયં પૂર્ણબ્રહ્મ પરમાત્મા કેટલા મહાન હશે ? એની કલ્પના પણ કરી શકાતી નથી એટલા માટે પૂર્ણબ્રહ્મ પરમાત્માને શબ્દાતીત કહ્યા છે. એનું તાત્પર્ય છે કે આપણી વ્યાવહારિક ભષાના શબ્દો પરમાત્માનું વર્ણન કરી શકતા નથી. એટલા માટે શાસ્ત્રોમાં પરમાત્માનો ઉલ્લેખ માત્ર કર્યો છે. અર્થાત્ તેમના વિષયમાં સંકેત માત્ર કર્યો છે. પૂર્ણબ્રહ્મ પરમાત્માનું ધામ પરમધામ છે. સ્વયં પૂર્ણબ્રહ્મ પરમાત્મા તથા પરમધામના વિષયમાં મોટા ભાગના વધા જ શાસ્ત્રો સંકેત માત્ર કરે છે.
અક્ષરબ્રહ્મની ચતુષ્પાદ વિભૂતિનું વર્ણન કરતાં વેદોમાં કહ્યું છે,
એતાવાનસ્ય મહિમા અતો જ્યાયાંશ્ચ પુરુષઃ ા ઋગ્વેદ ૧૦/૧૦/૩
આ તો અક્ષરબ્રહ્મનો મહિમા માત્ર ગાવામાં આવ્યો છે. સ્વયં અક્ષરબ્રહ્મ આથી વિશેષ શ્રેષ્ઠ છે. જ્યારે અક્ષરબ્રહ્મના વિષયમાં જ શાસ્ત્ર મૌન ધારણ કરતાં હોય તો પરબ્રહ્મની સ્થિતિ તો તેમનાથી અધિક મહાન છે. એટલા માટે શાસ્ત્રોમાં પરબ્રહ્મનો ઉલ્લેખ માત્ર કર્યો છે. આથી એવું માની શકાય કે પૂર્ણબ્રહ્મ પરમાત્મા મન તથા વાણીના ગોચર નથી. એટલા માટે તેમને અવાઙ્મનસગોચર કહેવામાં આવ્યા છે.
મન અને વાણીના વિષયથી પર હોવા છતાં પરમાત્માને જાણવા તથા સમજવા અતિ આવશ્યક છે. નહિ તો જન્મ અને મૃત્યુના ચક્કરથી પાર થઈ શકાશે નહીં. વેદોમાં પણ કહ્યું છે,
તમેવવિદિત્વાતિમૃત્યુમેતિ નાન્યઃ પન્થા વિદ્યતેયનાય ા
આ પરમાત્માને જાણીને જ મૃત્યુને પાર કરી શકાશે નહિ તો જન્મમરણના ચક્કરથી પાર થવાનો કોઈ અન્ય માર્ગ નથી. આ પરમાત્માને જાણવા, સમજવા તથા અનુભવ કરવા માટે મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે. જગતમાં પ્રસિદ્ધ ચોરાસી લાખ યોનિઓેના દ્વારા સંસારન સુખ તથા વૈભવ ભોગવી શકાય છે. પરંતુ પૂર્ણબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ તો મનુષ્ય જીવન દ્વારા જ સંભવી શકે છે. મહામતિ શ્રી પ્રાણનાથજી કહે છે,
સેઠે તમને સારી સનંધે, સોંપ્યું છે ધન સાર ા.
અનેક જવેર જતન કરી, તમે લાવ્યા છો આણી વાર ાા
શેઠના પણ શેઠ પૂર્ણબ્રહ્મ પરમાત્માએ મનુષ્ય દેહની સાથે તમને અસંખ્ય સંપત્તિ પ્રદાન કરી છે. તેમનો સદુપયોગ કરો અને આ જીવનમાં પરમાત્માનો અનુભવ કરો. સાથો સાથ એ પણ જ્ઞાાત છે કે માનવ શરીર સિવાય અન્ય શરીર ભોગયોનિઓ માનવામાં આવી છે. તેના દ્વારા નશ્વર જગતના વિભિન્ન પ્રકારના સુખ ભોગવી શકાય છે. જ્યારે માનવ શરીર દ્વારા ભૌતિક સુખ પણ ભોગવી શકાય છે અને પરમાત્માની પ્રાપ્તિ પણ કરી શકાય છે. પરંતુ માનવ શરીર પ્રાપ્ત કરીને પણ માત્ર ભૌતિક સુખ ભોગવીને જન્મમૃત્યુના ચક્રમાંથી છૂટીને પરમાત્માના ધામમાં પહોંચવાનો પ્રયત્ન ન કર્યો હોય તેવા મનુષ્યને શ્રીમદ્ભાગવતમાં આત્મઘાતી કહેવામાં આવ્યો છે. જેમકે,
નૃદેહમાદ્યં સુલભં સુદૂર્લભં, પ્લવં સુકલ્પં ગુરુકર્ણધારમ્ ા
મયાનુકૂલેન નભસ્વતેરિતં, પુમાન્ભવાબ્ધિં ન તરેત્સ આત્મહા ાા
                                                                        -શ્રીમદ્ભાગવત
પરમાત્માની પ્રાપ્તિ માટે મુખ્ય બે માર્ગો દર્શાવવામાં આવ્યા છે. તેમને જ્ઞાાન અને ભક્તિ કહેવામાં આવે છે. જ્ઞાાન દ્વારા પરમાત્માને જાણી શકાય છે જેનાથી શરી છોડયા પછી આત્મા પરમધામમાં પહોંચે છે. ભક્તિ દ્વારા આ જીવનમાં જ પરમાત્માનો અનુભવ કરી શકાય છે. જે જ્ઞાાન દ્વારા પૂર્ણબ્રહ્મ પરમાત્માને જાણી શકાય છે તેને શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મમાં તારતમ જ્ઞાાન કહેવામાં આવે છે અને જે ભક્તિ દ્વારા પૂર્ણબ્રહ્મ પરમાત્માનો અનુભવ કરી શકાય છે તેને પ્રેમલક્ષણા ભક્તિ કહેવામાં આવે છે.
અનેક લોકો દેવી દેવતાઓને પરમાત્મા માને છે. અનેક લોકો અવતારોને પરમાત્મા માને છે, અનેક લોકો બ્રહ્મા-વિષ્ણુ-મહેશને પરમાત્મા માને છે તો અનેક લોકો ભગવાન નારાયણને પરમાત્મા માન છે. આ બધા પરમાત્મા નથી પણ તેમની શક્તિઓ છે શક્તિઓ પણ પરિવર્તનશીલ હોવાથી તેમને પરમાત્માનું ક્ષરસ્વરૃપ કહેવામાં આવ્યું છે. આ ક્ષરસ્વરૃપને ઉત્પન્ન કરનાર પરમાત્માની બીજી શક્તિ છે. જેને પરમાત્માનું અક્ષર સ્વરૃપ કહેવામાં આવે છે. પૂર્ણબ્રહ્મ તો ક્ષર અને અક્ષરથી શ્રેષ્ઠ હોવાથી અક્ષરાતીત કહેવાય છે. પરંતુ સામાન્ય મનુષ્યને આનો ખ્યાલ હોતો નથી. આ રહસ્ય સ્પષ્ટ કરનાર જ્ઞાાનને તારતમ્ય જ્ઞાાન કહેવામાં આવે છે. તારતમ્ય જ્ઞાાન દ્વારા પરમાત્માના ક્ષર, અક્ષર અને અક્ષરાતીત સ્વરૃપને જાણી શકાય છે. કહ્યું પણ છે કે, તારતમ્યેન જાનાતિ સચ્ચિદાનન્દલક્ષણમ્ ા
પરમાત્માનું સ્વરૃપ સચ્ચિદાનંદ છે. તારતમ્ય જ્ઞાાન દ્વારા આ સ્વરૃપનો બોધ થાય છે. પરન્તુ આત્મજ્ઞાાન થવાથી જ આત્મબોધ થાય છે. એટલા માટે જ મહામતિએ કહ્યું
પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે આપ પહેચાનો ા
બિના આપ ચિન્હેં પારબ્રહ્મકો, કૌન કહે મૈં જાનો ાા
                                                            કિરન્તન ૧/૧
હે સાધકો ! સર્વપ્રથમ પોતાને આત્માના રૃપમાં ઓળખો, જ્યાં સુધી આપણે પોતાને આત્માના રૃપમાં નહીં ઓળખીએ ત્યાં સુધી આપણને પરમાત્માનું જ્ઞાાન થતું નથી. આમ તારતમ્ય જ્ઞાાન આત્માનું જ્ઞાાન પણ કરાવે છે અને પરમાત્માનું પણ. આ જ્ઞાાન રહસ્યપૂર્ણ છે. આના રહસ્યને સમજવા માટે પરિષ્કૃત બુદ્ધિની જરૃરત હોય છે. સામાન્ય રીતે બુદ્ધિ ત્રણ પ્રકારની માનવામાં આવે છે. સ્મૃતિ, મતિ અને પ્રજ્ઞાા. ઉત્કૃષ્ટ બુદ્ધિને પ્રજ્ઞાા કહેવામાં આવે છે.
જે લોકો દેહને આત્મા માને છે તેમની બુદ્ધિ દેહાત્મક બુદ્ધિ કહેવાય છે. આ પ્રકારની બુદ્ધિ સત્યને ગ્રહણ કરી શકતી નથી. સત્ય પરમાત્મા છે. તેનો અંશ હોવાને કારણે આત્મા પણ સત્ય છે. આમ સત્યને ધારણ કરનાર બુદ્ધિને શાસ્ત્રોમાં ઋતમ્ભરા પ્રજ્ઞાા કહેવામાં આવી છે. ઋતમ્ભરા પ્રજ્ઞાા તારતમ્ય જ્ઞાાનને ધારણ કરી શકે છે. જેના દ્વારા આત્મા અને પરમાત્માનું જ્ઞાાન સહજ રીતે પ્રાપ્ત થાય છે. આપણી બુદ્ધિ ઋતમ્ભરા પ્રજ્ઞાા બને એ માટે પ્રય્તન કરવો જોઈએ. મન અને બુદ્ધિને અંતર્મુખ બનાવવાથી જ આ શક્ય બને છે. જ્યારે બુદ્ધિ મન સાથે ઇન્દ્રિયોના વિષયો તરફ જાય છે ત્યારે તે અસત્ય વસ્તુઓને ધારણ કરે છે અને વિકૃત બની જાય છે. જ્યારે તે આત્મા તરફ ઉન્મુખ થાય છે અને આત્માના સત્યને ધારણ કરવા લાગે છે ત્યારે તે ધીરે ધીરે ઋતમ્ભરા પ્રજ્ઞાા બની જાય છે. આ માટે આપણે હંમેશા આત્માનું ચિંતન અને સત્યનું અનુસરણ કરવું જોઈએ. જ્યારે આપણા મન અને બુદ્ધિને સત્યનો સ્વાદ પ્રાપ્ત થવા લાગશે ત્યારે તેઓ સત્ય તરફ આકર્ષિત થશે અને પરિપુષ્ટ થવા લાગશે. આ પ્રમાણે મન અને બુદ્ધિ બન્ને પરિષ્કૃત થવા લાગશે. પરિષ્કૃત થવાથી તેની સ્થિતિ જ ઋતમ્ભરા પ્રજ્ઞાા કહેવાય છે. આ સ્થિતિમાં બુદ્ધિ આત્મા અને પરમાત્માનું જ્ઞાાન પ્રાપ્ત કરે છે.
આ પ્રકારે આત્મજ્ઞાાન પ્રાપ્ત કરવાથી બ્રહ્મજ્ઞાાન પ્રાપ્ત કરવાનો માર્ગ પણ સ્પષ્ટ થવા લાગશે. પરમાત્મા તરફ રૃચિ વધવાથી ધીરે ધીરે બ્રહ્મજ્ઞાાન પણ પ્રાપ્ત થશે. ત્યારે જ પરમાત્માનું યથાર્થ સ્વરૃપ સમજાશે. આટલું થવાથી અનેક સાધકોને સંતોષ થઈ જાય છે છતાં પણ કેટલાક સાધકો આનાથી પણ આગળ વધવા ઇચ્છે છે. આવા સાધકો પરમાત્માની અનુભૂતિ કરવા ઇચ્છે છે એમને માટે પણ માર્ગ બતાવવામાં આવ્યો છે. તે છે પ્રેમનો માર્ગ. પ્રેમ દ્વારા સાધક આ જીવનમાં પરમાત્માનો અનુભવ કરી શકે છે. પ્રેમ સાધકોના તમામ અવરોધો ધૂર કરે છે. જ્યારે તમામ આવરણો દૂર થઈ જશે ત્યારેજ પરમાત્માની અનુભૂતિ થશે. આ જીવનમાં જ પરમાત્માની અનુભૂતિ થઈ શકે છે. પ્રેમમાર્ગ આ જીવનમાં જ પરમાત્માની અનુભૂતિ માટે છે. પ્રેમ બધા જ દ્વારોને ખોલી આપે છે.
પ્રેમ ખોલ દેવે સબ દ્વાર, પાર કે પાર પિયાકે પાર ા
સાધનાના અન્ય માર્ગોમાં અવરોધો આવવાથી લાંબી સાધના પછી જ પરમાત્માની અનુભૂતિ શક્ય છે પરંતુ પ્રેમ સાધનામાં તત્કાલ તે જ ક્ષણે પરમાત્માની પ્રાપ્તિ સંભવ છે. મહામતિ કહે છે,
પંથ હોવે કોટિ કલપ, પ્રેમ પહુંચાવે મિને પલક ા
પ્રેમ માટે તો ત્યાં સુધી કહેવમાં આવ્યું છે કે પ્રેમી સાધક આ શરીરમાં રહેતા રહેતા જ પરમાત્માના પ્રત્યક્ષ દર્શન કરે છે. પરમાત્મા તેની સમક્ષ પ્રગટ પણ થાય છે અને તે ધ્યાનમાં પરમાત્મા પાસે પણ પહોંચી જાય છે. તેના માટે મહામતિ કહે છે,
પ્રેમ એેસી ભાંત સુધારે, ઠૌર બૈઠે પાર ઉતારે ાા
 
વ્રજની ગોપીઓની સ્થિતિ એવી જ હતી. જાગૃત આત્મા આવી જ સ્થિતિમાં હોય છે. મહામતિ કહે છે, આવો આત્મા ક્ષણમાત્ર માટે પણ પરમાત્માથી દૂર હોતો નથી. જેમ,
ખાતે પીતે ઉઠતે બૈઠતે, સોવત સુપન જાગ્રત ા.
દમ ના છોડે માસૂકસોં, જાકી અસલ હક નિસબત ાા
આ પ્રમાએ શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મમાં પરમાત્માને ઓળખવા માટે તારત્ય જ્ઞાાન તથા તેમને મેળવવા માટે પ્રેમ લક્ષણા ભક્તિનો ઉપદેશ આપવામાં આવ્યો છે.

 

 

Write your Comments

Your Name:

Your Email:

Your Cell (+91.12345.12345):


Your Comment:

 

( Your Comment will be displayed after 24 hours )
19 Apr 12

Mohan Sapkota

Aap ki aise sargarvit lekh sadaiba padne our manan karne ki liye milte rahe guru bar. charan kamal may prem pranam.
31 Jan 12

Rasik H Chauhan-Gandhinagar.

Suparb Bahuj Sunder, Purnbhrahm Parmatma ni Jankari nu Varn Bahuj Saaru Karelu 6e..Prem Laxana Bhakti ej Pranami Dharma Ni Dharohar 6e..
15 Jan 12

Dilip Patel

मकरसक्रांतिके अवसरकी शुभकामनाए.
प्रणाम
पुज्य गुरुजी और सब सुंदरसाथजी
14 Jan 12

PRASHANT K BHAVSAR,VADODARA

Pranam Guruji
શ્રી રાજશ્યામાજી દ્વારા અમારા ગુરુજીને હરહંમેશ આ પ્રકારના બ્લોગ પ્રસિધ્ધ કરવાની પ્રેરણા મળતી રહે અને ગુરુજીના આશિર્વાદથી દરેક સુન્દરસાથને રાજજીનો અપાર પ્રેમ મળતો રહે એવી પરમાત્માના ચરણોમા પ્રાર્થના
10 Jan 12

Rabin Kumar Sasanker

सप्रेम प्रणामजी गुरुजी !!
10 Jan 12

Hina Nikam, Navsari

Pranam Guruji
08 Jan 12

Mahesh Rajyaguru

Pranam Guruji,

Great Aritcle by you.
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
Designed & Developed By : Nijananda Solutions