Sukh Shital Karu Sansar
Gujarati | Hindi | English

BHAKTI

 

ભક્તિ
જગદ્ગુરુ આચાર્યશ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજ
સેવાર્થક ભજ્ ધાતુમાં ક્તિન્ પ્રત્યય લાગવાથી ભક્તિ શબ્દ બને છે. અહીં ભજ્ ધાતુ સેવાના અર્થમાં છે. સેવાનું તાત્પર્ય સમર્પણ થાય છે. આ રીતે ભક્તિનું તાત્પર્ય પણ સમર્પણ છે. પરમાત્મા પ્રત્યે પૂરેપૂરા સમર્પિત થવું એ જ ભક્તિ છે. પૂર્ણ સમર્પણનું તાત્પર્ય પરમાત્મા પ્રત્યે અનુકૂળ થવું. હું અને મારાપણાને છોડી પરમાત્માની અનુકૂળતામાં પોતાની અનુકૂળતા સમજવી, પરમાત્માની ઇચ્છાની અનુસાર ચાલવું પૂર્ણ સમર્પણ અથવા ભક્તિ છે.
સંસારનો ખેલ પણ પૂર્ણબ્રહ્મ પરમાત્માની લીલા છે. પરમાત્માની લીલાને અંતરંગ અને બહિરંગ બે રીતે સમજી શકાય છે. બ્રહ્મધામ પરમધામની લીલા અંતરંગ લીલા છે. પૂર્ણબ્રહ્મ પરમાત્મા પોતાના અંગ અક્ષરબ્રહ્મ દ્વારા જે લીલાઓ કરે છે તે બહિરંગ લીલા કહેવાય છે. તે પણ પરિવર્તનશીલ અને અપરિવર્તનશીલ બે પ્રકારની હોય છે. અક્ષરબ્રહ્મ પોતાની વિભૂતિયો દ્વારા અખંડ ભૂમિમાં જે લીલા કરે છે તે અપરિવર્તનશીલ અર્થાત્ અખંડ લીલા છે. જ્યારે તે પોતાની અપરા પ્રકૃતિના દ્વારા નશ્વર જગતની સૃષ્ટિ, સ્થિતિ તથા લય કરે છે તે તેમની પરિવર્તનશીલ લીલા છે. આ રીતે નશ્વર જગતનો ખેલ પણ અક્ષરબ્રહ્મ દ્વારા કરવામાં આવેલી પૂર્ણબ્રહ્મ પરમાત્માની જ લીલા છે.
જ્યારે અક્ષરબ્રહ્મ પોતાની અપરા પ્રકૃતિને પ્રગટ કરે છે ત્યારે તેમાં તેમના જ અંશ ભગવાન નારાયણના રૃપે પ્રવેશ કરે છે. તે ઉપરાંત ભગવાન નારાયણના સંકલ્પથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા ક્રમશઃ વિભિન્ન દેવી-દેવતાઓ પ્રગટ થાય છે. આ રીતે અપરા પ્રકૃતિના દ્વારા નિર્મિત સંસારમાં અક્ષરબ્રહ્મ પોતાની પરાપ્રકૃતિના અંશ અર્થાત્ જીવ(ચેતના)ને મોકલે છે. તાત્પર્ય એ છે કે અક્ષરબ્રહ્મના જ અંગસ્વરૃપ પ્રણવબ્રહ્મના દ્વારા પ્રગટ થઈને અનેક ચેતનાઓ જુદાં-જુદાં બ્રહ્માંડોમાં જાય છે. તેમના માટે બ્રહ્માજી શરીર રચના કરી આપે છે. ભગવાન વિષ્ણુ એમના ભોજનની વ્યવસ્થા કરી આપે છે. ભગવાન શંકર બ્રહ્માજી દ્વારા નિર્મિત શરીરનો સંહાર કરી સૃષ્ટિનું સંતુલન બનાવી રાખે છે.
પૂર્ણબ્રહ્મ પરમાત્માની બહિરંગ લીલાને મુખ્યત્વે બે રીતે માનવામાં આવે છે. નશ્વર બ્રહ્માંડોની લીલા પરિવર્તનશીલ હોવાથી ક્ષર લીલા કહેવાય છે અને અખંડ લીલા અપરિવર્તનશીલ હોવાથી અક્ષર લીલા કહેવાય છે. નશ્વર જગતમાં અવિનાશી લીલા વ્યક્ત થતી નથી. શાસ્ત્રોમાં આ અવિનાશી લીલાને અવ્યક્ત લીલા તથા આ લીલાના સ્વરૃપ અક્ષરબ્રહ્મને અવ્યક્ત બ્રહ્મ પણ કહેવામાં આવ્યું છે. જો કે અવ્યક્ત બ્રહ્મ અક્ષરબ્રહ્મના ચતુર્થપાદ(અંશ) જ છે તો પણ નશ્વર જગતમાં વ્યક્ત ન થવાને કારણે અક્ષરબ્રહ્મને પણ અવ્યક્ત કહી દીધા છે. કેટલાંક સ્થળે તેમને નિર્ગુણ બ્રહ્મ પણ કહ્યા છે.
અક્ષરબ્રહ્મ દ્વારા સંપન્ન થઈ રહેલી અવિનાશી લીલા તથા નશ્વર બ્રહ્માંડોમાં સંપન્ન થઈ રહેલી પરિવર્તનશીલ લીલા મૂળ તો પૂર્ણબ્રહ્મ પરમાત્માની જ લીલા છે. પરંતુ બહિરંગ હોવાથી તેને અક્ષરબ્રહ્મ અથવા કાર્યબ્રહ્મની લીલા કહી છે. પરમધામની લીલાને પૂર્ણબ્રહ્મ પરમાત્માની સ્વલીલા કહી છે. મૂળ તો ઉપરોક્ત બધી લીલાઓ એક પૂર્ણ પરમાત્માની જ છે. કેમકે અક્ષર બ્રહ્મ તેમના જ અંગ છે.
ઉપરોક્ત ત્રણેય લીલાઓમાં ભિન્ન-ભિન્ન રૃપે પ્રગટ થવાવાળું સ્વરૃપ મૂળ તો પૂર્ણબ્રહ્મ પરમાત્માનું જ સ્વરૃપ છે. પરંતુ ક્ષર લીલામાં પ્રગટ થવાવાળા સ્વરૃપને ક્ષર સ્વરૃપ, અક્ષર લીલામાં પ્રગટ થવાવાળા સ્વરૃપને અક્ષર સ્વરૃપ તથા પરમધામની લીલાના સ્વરૃપને અક્ષરાતીત સ્વરૃપ કહ્યું છે. આ રીતે બ્રહ્મ મૂળ તો એક જ છે પરંતુ લીલા ભેદને કારણે ક્ષર, અક્ષર તથા અક્ષરાતીત કહેવાય છે. બ્રહ્મના યથાર્થ સ્વરૃપ તથા લીલાઓને જાણવી તથા અનુભવવી અતિ જરૃરી છે. એના માટે મહાપુરુષોએ બે માર્ગ બતાવ્યા છે. તે છે જ્ઞાાન માર્ગ તથા ભક્તિ માર્ગ.
જ્ઞાાન દ્વારા પરમાત્માની લીલા તથા સ્વરૃપને જાણી શકાય છે અને ભક્તિ દ્વારા તેને પ્રાપ્ત કરી શકાય છે અર્થાત્ એમનો અનુભવ કરી શકાય છે. આવા જ્ઞાાનને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં તારતમ્ય જ્ઞાાન તથા એવી ભક્તિને પ્રેમલક્ષણા ભક્તિ કહી છે. અહીં ભક્તિની ચર્ચા કરવાનાં છીએ.
પૂર્ણબ્રહ્મ પરમાત્મા પ્રત્યે અતિશય પ્રેમ હોવો જ ભક્તિ છે. કહ્યું પણ છે,
સા તુ અસ્મિન્ પરમપ્રેમરૃપા(નારદ ભક્તિ સૂત્ર ૨)
તે મૂળરૃપે એક હોવા છતાં ત્રણ પ્રકારની માનવામાં આવી છે. જેમકે,
ભક્તિશ્ચ ત્રિવિધા પ્રોક્તા સગુણા નિર્ગુણા પરા ા
ભક્તિ ત્રણ પ્રકારની કહેવામાં આવી છે, તે છે- સગુણ, નિર્ગુણ અને પરા.
પૂર્ણબ્રહ્મ પરમાત્મા એક છે. (પાર પુરુષ તો પિયા એક હૈ- મહામતિ પ્રાણનાથ) પરંતુ લીલા ભેદને કારણે ક્ષર, અક્ષર તથા અક્ષરાતીત કહેવાય છે. તે રીતે પરમાત્માને પ્રાપ્ત કરાવવાવાળી ભક્તિ પણ મૂળ તો એક જ છે પરંતુ પરમાત્માના ક્ષર સ્વરૃપનો અનુભવ કરાવવાવાળી ભક્તિ સગુણ ભક્તિ કહેવાય છે, અક્ષર સ્વરૃપનો અનુભવ કરાવવાવાળી ભક્તિ નિર્ગુણ ભક્તિ કહેવાય છે અને મૂળસ્વરૃપ અર્થાત્ અક્ષરાતીતનો અનુભવ કરાવવાવાળી ભક્તિ પરા ભક્તિ કહેવાય છે.
સગુણા ભક્તિ ઃ પરમાત્માનું ક્ષર સ્વરૃપ પાંચ તત્ત્વ તથા ત્રણ ગુણોના દ્વારા વ્યક્ત હોવાથી તેને સગુણ સ્વરૃપ પણ કહ્યું છે. સગુણ સ્વરૃપમાં ભગવાન નારાયણથી લઈને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જુદા-જુદા અવતાર તથા દેવી-દેવતાઓ આવે છે. આ બધામાં પરિવર્તનશીલતા છે. જે રીતે ચૌદલોક તથા અષ્ટ આવરણયુક્ત સંપૂર્ણ બ્રહ્માંડ પરિવર્તનશીલ તથા ક્ષણભંગુર કહેવાય છે તે રીતે દેવી-દેવતાઓથી લઈને જુદા-જુદા અવતાર તથા તે અવતારોના મૂળ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત ભગવાન નારાયણ પણ પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ હોવાને કારણે જ તેમને પરમાત્માનું ક્ષર સ્વરૃપ અથવા ક્ષરબ્રહ્મ, સગુણ બ્રહ્મ વગેરે નામોથી પોકાર કર્યો છે.
પરમાત્માના આ સગુણ સ્વરૃપ અર્થાત્ ક્ષર સ્વરૃપનો અનુભવ કરાવવાવાળી ભક્તિ સગુણ ભક્તિ કહેવાય છે. તે મુખ્યત્વે નવ પ્રકારની છે એટલા માટે એને નવધા ભક્તિ કહેવામાં આવે છે. વિસ્તાર ભયથી અહીં સગુણ ભક્તિના નવ પ્રકારના વિષયમાં ચર્ચા કરીશું નહીં.
નિર્ગુણ ભક્તિ ઃ પૂર્ણબ્રહ્મ પરમાત્માની બહિરંગ લીલામાં અવિનાશી લીલાના સ્વરૃપને અક્ષરબ્રહ્મ કહે છે. શાસ્ત્રો કેટલાક સ્થાનોમાં તેને અવ્યક્ત બ્રહ્મ અથવા નિર્ગુણ બ્રહ્મ પણ કહે છે. અક્ષરબ્રહ્મનું સ્વરૃપ પાંચ તત્ત્વ અને ત્રણ ગુણો દ્વારા વ્યક્ત થતું નથી એટલા માટે તેમને નિર્ગુણ બ્રહ્મ પણ કહ્યું છે. અહીંયાં નિર્ગુણ કે અવ્યક્ત કહેવાથી નિરાકાર કે શૂન્ય સમજવું નહીં. આમ તો નિરાકારનો અર્થ પણ વાસ્તવમાં આકાર રહિત નથી હોતો. નિરાકારનો યથાર્થ અર્થ છે, પરમાત્માનો તે આકાર જે પાંચ તત્ત્વ અને ત્રણ ગુણોના દ્વારા વ્યક્ત થઈ શક્તો નથી. એનો અર્થ આકાર ન હોવો એવો થતો નથી. પરંતુ લોકોએ અજ્ઞાાનતાવશ પરમાત્માને આકાર રહિત અર્થાત્ નિરાકાર એવું કહી દીધું એટલે એ કહેવત પ્રચલિત થઈ ગઈ કે પરમાત્મા નિરાકાર છે.
વાસ્તવમાં પરમાત્મા લૌકિક સાકાર કે નિરાકાર નહિ પરંતુ સચ્ચિદાનંદ સ્વરૃપ છે. તેમની બહિરંગ લીલાના મુખ્ય સ્વરૃપ અક્ષરબ્રહ્મ છે. તેમની અનુભૂતિ કરાવવાવાળી ભક્તિ નિર્ગુણ ભક્તિ કહેવાય છે. તે આઠ પ્રકારની છે. તેને અષ્ટાંગ યોગ પણ કહે છે.
અજ્ઞાાની લોકોએ અક્ષરબ્રહ્મને નિરાકાર, નિર્ગુણ માન્યા અને એવા નિર્ગુણ બ્રહ્મની અનુભૂતિ કરાવવાવાળી ભક્તિને પણ નિર્ગુણ ભક્તિ કહી અને અષ્ટાંગ યોગ સાધનાનું મુખ્ય ધ્યેય નિરાકાર બ્રહ્મનો અનુભવ કરવો માની લીધું. આ ભ્રાંતિ આજે પણ વ્યાપક રૃપે છે. વાસ્તવમાં પરમાત્માના અવિનાશી સ્વરૃપની અનુભૂતિ માટે નિર્ગુણ ભક્તિ અર્થાત્ અષ્ટાંગ યોગનો ઉપદેશ થયો છે. એના દ્વારા પરમત્માના અપરિવર્તનશીલ સ્વરૃપ અર્થાત્ અક્ષર(અવિનાશી) સ્વરૃપનો અનુભવ થાય છે. યોગના આઠ અંગોના વિષયમાં વિસ્તરપૂર્વક ચર્ચા કરવી અત્યારે ઇષ્ટ ન હોવાથી માત્ર તેમનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો છે.
પરા ભક્તિ ઃ પૂર્ણબ્રહ્મ પરમાત્માની અંતરંગ લીલા અર્થાત્ પરમધામની લીલાના સ્વરૃપની અનુભૂતિ કરાવવાવાળી ભક્તિ પરા ભક્તિ કહેવાય છે. પરમાત્માને પ્રેમસ્વરૃપ(પ્રેમ બ્રહ્મ દોઉ એક હૈ-મહામતિ પ્રાણનાથ) કહ્યા છે. તેમની લીલા પણ પ્રેમલીલા કહેવાય છે. એટલા માટે પરાભક્તિને પ્રેમલક્ષણા ભક્તિ પણ કહી છે. જો કે કેટલાંક મહાપુરુષોએ પરાભક્તિના પણ જુદા-જુદા પ્રકાર કહ્યા છે. પરંતુ પ્રેમમાં બધા જ ભેદ મટી જાય છે. એટલા માટે પ્રેમલક્ષણા ભક્તિના પણ બધા પ્રકાર એકરૃપ થઈ જાય છે. આથી પરાભક્તિ અર્થાત્ પ્રેમ લક્ષણા ભક્તિમાં કોઈ જુદા-જુદા પ્રકાર રહેતા નથી એટલા માટે તે એક જ છે.
આ ભક્તિ સર્વપ્રથમ વ્રજની ગોપીઓમાં જોવા મળી છે. એટલા માટે નારદજીએ ભક્તિસૂત્રનું પ્રણયન કરતાં વ્રજની ગોપીઓનું ઉદાહરણ આપ્યું છે. ગોપીઓ શ્રી કૃષ્ણજીના પ્રત્યે પૂર્ણ રૃપે સમર્પિત હતી. તેઓ શ્રી કૃષ્ણજીની અનુકૂળતામાં પોતાની અનુકૂળતા સમજતી હતી. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ પોતાનું અસ્તિત્ત્વ જ શ્રી કૃષ્ણજી માટે સમજતી હતી. એટલા માટે ગોપીઓની ભક્તિને જ વાસ્તવમાં ભક્તિ કહી છે.
પૂર્ણબ્રહ્મ પરમાત્માએ પોતાની અંતરંગ લીલાના પાત્ર બ્રહ્માત્માઓને બહિરંગ લીલાનો અનુભવ કરાવવા માટે તથા પોતાની બહિરંગ લીલાના મુખ્યપાત્ર અક્ષરબ્રહ્મને પોતાની અંતરંગ લીલાનો અનુભવ કરાવવા માટે નશ્વર જગતમાં પણ વ્રજ તથા રાસની લીલાઓ સંપન્ન કરી સાથોસાથ બ્રહ્માત્માઓને વ્રજ, રાસ તથા જાગણી લીલાની સાથેસાથે પરમધામની લીલાનો એક સાથે અનુભવ કરાવવા માટે જાગણી લીલાનું આયોજન કર્યું અને એના માટે તારતમ્ય જ્ઞાાન તથા પ્રેમલક્ષણા ભક્તિનું પ્રતિપાદન કર્યું.
તારતમ જ્ઞાાનના દ્વારા બ્રહ્મના ક્ષર, અક્ષર તથા અક્ષરાતીત સ્વરૃપની સાથોસાથ વ્રજ, રાસ, જાગણી તથા પરમધામની લીલાઓની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. એટલા માટે પ્રેમલક્ષણા ભક્તિને ફલરૃપા કહી છે.
ફલરૃપત્વાત્ (નારદ ભક્તિસૂત્ર ૨૬)
મહામતિ શ્રી પ્રાણનાથજીએ પ્રેમને બ્રહ્મનું જ સ્વરૃપ માન્યું છે. વાસ્તવમાં બ્રહ્મધામમાંં જ પ્રેમ છે અને બ્રહ્મધામની લીલાઓના દ્વારા જ તે પ્રગટ થાય છે. પૂર્ણબ્રહ્મ પરમાત્માએ જ્યારે પોતાની અંતરંગ લીલા(બ્રહ્મધામની લીલા)ને આ નશ્વર જગતમાં પ્રગટ કરી ત્યારે આ પ્રેમ પણ આ જગતમાં પ્રગટ થયો છે. એટલા માટે મહામતિ કહે છે, આ જગતમાં પ્રેમ લેશમાત્ર પણ હતો નહીં તેને સર્વપ્રથમ બ્રહ્માત્માઓએ જ પ્રગટ કર્યો. વ્રજની ગોપીઓ બ્રહ્માત્માઓ હતી. એટલા માટે નારદજીએ પણ તેમનું જ ઉદાહરણ આપ્યું છે.
જે આત્મા અક્ષરાતીત પૂર્ણબ્રહ્મ પરમાત્મા પ્રત્યે સમર્પિત થાય છે તેમના હૃદયમાંથી પ્રેમનો પ્રવાહ પ્રવાહિત થવા લાગે છે. એવા પ્રેમરસમાં ડૂબેલી આત્માઓ પોતાના પ્રેમને શબ્દના દ્વારા વ્યક્ત કરી શક્તી નથી. તેમના પ્રત્યેક અંગમાંથી પ્રેમ પ્રગટ થાય છે. એટલા માટે એમની વાણીની સાથોસાથ સમગ્ર ચેષ્ટાઓ પ્રેમથી ઓતપ્રોત હોય છે.
પ્રેમલક્ષણા ભક્તિની દશાની પરાકાષ્ટાનું વર્ણન કરતાં મહામતિ કહે છે,
રસ મગન ભઈ સો ક્યા ગાવે ા   
વિચલી બુધ મન ચિત મનુઆ, તાએ સબદ સીધા મુખ ક્યો આવે ાા૧
વિચલે નૈન શ્રવન મુખ રસના, વિચલે ગુન પખ ઇન્દ્રી અંગ ા....
વિચલી ભાંત ગઈ ગત પ્રકૃત, વિચલ્યો સંગ ભઈ ઔર રંગ ાા૨
વિચલી દિસા અવસ્થા ચારોં, વિચલી સુધ ના રહી સરીર ા....
વિચલ્યો મોહ અહંકાર મૂલથેં, નૈનોં નીંદ ન આવે નીર ાા૩
વિચલ ગઈ ગમ વાર પારકી, ઔર અંગ ન કછુએ સાંન ા ..
પિયા રસમેં યોં ભઈ મહામત, પ્રેમ મગન ક્યોં કરસી ગાંન ાા૪
(કિરંતન પ્રકરણ ૨૫)

 

Write your Comments

Your Name:

Your Email:

Your Cell (+91.12345.12345):


Your Comment:

 

( Your Comment will be displayed after 24 hours )
25 Feb 13

nitul.p.patel

01 Jan 13

bharat

it's really very nice.pranam VERY VERY HAPPY BIRTHDAY TO ACHARYA SHREE 108 SHRI KRISHNMANIJI MAHARAJ.
PRANAM.
12 Nov 12

Rakesh

How do you stop receiving "Shri Krishna Pranami Dharma Patrika" mail? It goes to my old address. I prefer to view it on-line.
13 Sep 12

Dinesh Jobanputra

Krishna Pranami panth ni aatli badhi mahiti jani khoob !!!!!khoob anand thayo PRANAM
12 Aug 12

girish dhanula

Pranam
I read first time this blog
very nice
25 Jul 12

patelHarshad Ambalal Rampura kuvayad Ta.vijapur

pranam sah MAHARAJSHREE BHAKTI Article good KRIPA DHANISHREE RAJSHYAMAJI.
23 Jul 12

Dev Krishna Sanjel

Pranam........
16 May 12

Rasikbhai

Realy Blog ma apeli mahiti bahuj GYAN THI BHARPUR 6E..MANE BLOG NI MAHITI KHUB GAMI.. PRANNAAM.....
13 May 12

Govinda Timilsina

Very nice article.Prem Pranam ji
28 Apr 12

sabu subedi

Jab mai Maharaj shreeki article padhti hu bahut ku6 janneki awasar milti hai.mai bahut impressed hu.mai aur padhneki ichchha rakhrti hu.RajSyamajiko meher sadaiwa banirahe.pranam.
20 Apr 12

navlik rakholia

sadguru ki kripa
19 Apr 12

Sanjay v. Patel Rampura kuvayada

Pranam
Devine message About bhakti
I read first time this blog
I impressed....
19 Apr 12

Mohan Sapkota

Very nice article.Prem Pranam ji.
18 Apr 12

swami shankara saraswati maharaj

thanks for your message in the wolrd. God bless you and you time.
namastey.
18 Apr 12

Superb!!!!!!!!!!!!!!!!!!!!!!!!

Pranam. . . . . . . .
17 Apr 12

JAYESHBHAI,HIMATNAGAR

very good about bhakti however more focus on prem needed to soar into.
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
  • Krishnamani Maharaj-Krishna Pranami
Designed & Developed By : Nijananda Solutions